કાલોલ નગર માં વિકાસ ની વાતો કરતુ પાલિકા તંત્ર રોડ – રસ્તા માં નિષ્ફળ.

breaking Kalol Latest Madhya Gujarat

Editor – Owner : Dharmesh Vinubhai Panchal.

બિસમાર રસ્તાની માજી નગર પાલિકા પ્રમુખ અને કોર્પોરેટર દ્વારા ડામર રોડ નાં કામો બાબતે RTI કરી માહીતી માંગતા વિકાસ ટોળકી માં હડકંપ મચી જવા પામ્યો.

વિજય સિનેમા પાસે નો રોડ .. ફાઈલ તસ્વીર

કાલોલ નગરપાલીકા નાં વૉર્ડ નં ૧ માં આવેલ સ્ટેશન રોડ થી કોલેજ સુધીનો ખખડધજ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. પાલીકા દ્વારા બે – બે – ત્રણ વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું. તેમ છતાં પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી. આ વિસ્તારનાં રહીશો ને ફરજિયાત પણે ખાડા ટેકરા ઉપર થી પસાર થવાની ફરજ પડી રહી છે. એટલુજ નહિ કાલોલ વિધાનસભા ની આગામી ચુંટણી માં ચુંટણી નાં વિવિધ કાર્યક્રમો કોલેજ ખાતે યોજાય છે. તદુપરાંત ઇવીએમ મશીનો પણ આ સ્થળે રાખવામાં આવે તેવી શક્યતા છે. જિલ્લા ના અધિકારીઓ ની ચહલ પહલ વાળો આ રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે. કાલોલ નગરપાલીકા ના માજી પ્રમુખ કિરીટભાઈ પટેલ દ્વારા પાલિકા ખાતે રોડ બનાવવાં રજુઆત કરવા છતા પણ કોઇ કાર્યવાહી થતી નથી કાલોલ નગરપાલિકા દ્વારા નગર ના અલગ અલગ જગયા ના રોડ નું કામ દેસાઈ કોન્ટ્રાકટર ને સોપવામાં આવ્યું છે. આ દેસાઈ કોન્ટાક્ટર દ્વારા અગાઉવ પણ તેના ડ્રાઈવેરો ની દાદાગીરી સામે આવી છે તેવામાં કામની શરૂઆત કરી ખોદકામ શરૂ કરાયુ હતુ.પરંતુ રોડ બનાવાયો નથી ને સવાલો ઉપસ્થિત થયા હતા. આ વિસ્તારના કોર્પોરેટર અને એડવોકેટ કિરીટભાઈ પટેલ દ્વારા માહીતી અધિનિયમ હેઠળ કાલોલ નગરપાલીકા સમક્ષ અરજી આંપી સમગ્ર કાલોલ નાં ડામર રોડ નાં કામો ની ટેન્ડર પ્રક્રિયા અને શરતો, ખર્ચ અને જ્યા રોડ બનાવ્યા તેના નકશા અને ફોટોગ્રાફ , ટેસ્ટિંગ સર્ટીફીકેટ , ડામર લાવનાર વાહન નો વે બ્રિજ પાવતીઓ (કાંટા પાવતી), ડામર રોડ બનાવવાનો પાલિકા નો ઠરાવ, જાહેરાત ની નકલ,કઈ ગ્રાન્ટ માંથી ખર્ચ કરવામાં આવે છે તેવી તમામ વિગતો માહીતી અધીકાર નાં કાયદા હેઠળ તેવો દ્વારા માંગવા આવેલ છે . અને તદુપરાંત આ કોન્ટ્રાકટરો ઉપર કોના બાર હાથ છે એ તાપસ નો વિષય છે.

 સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા...નીચે આપેલ  ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *