નર્મદા: કોલીવાળા બોગજ પ્રા.શાળામાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સ્માર્ટ ક્લાસનું સાંસદના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ રાજપીપળા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કોલીવાડા બોગજ પ્રાથમિક શાળા ખાતે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસનું ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભરુચ સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતુંકે ન્યુ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત સ્માર્ટ ક્લાસ થકી આદિવાસી બાળકો અદ્યતન ટેકનોલોજી થી શિક્ષણ મેળવશે અને આદિવાસી બાળકો ડીઝીટલ ટેકનોલોજી થકી ઉત્તરોતર પ્રગતિ કરી આગળ જતાં મોટા અધિકારી બને એવી સાંસદ મનસુખ વસાવા એ લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે બોગજ ગ્રામ પંચાયત ના સરપંચ રેવાબેન, નર્મદા જિલ્લા કારોબારી અધ્યક્ષ બહાદુરભાઈ વસાવા , ભારતીય ટ્રાયબલ પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ ચૈતરભાઈ વસાવા,હિતેશભાઈ વસાવા,કોલીવાડા બોગજ પ્રાથમિક શાળા ના આચાર્ય કૌશિક પરમાર,આર.એફ.ઓ.રમાબેન વસાવા અધિકારીઓ સહિત બાળકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *