રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
હાલમાં કોરોના ની મહામારીમાં કોરોના પોઝિટિવ વ્યક્તિને ને અડવાની વાતતો દૂર રહી પરંતુ સામાન્ય માણસ પણ એકબીજાને અડવાથી ડરે છે ,અને કોરોના થી પોતાની જાતને સાચવે છે ત્યારે મૂળ વતન પાટડી અને હાલમાં નરોડા ,અમદાવાદ ખાતે રહેતી ત્રિવેણી સોલંકી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે ,જેઓને આઠ દિવસથી કોવીડ ૧૯ માં કોરોના પોઝિટિવ ના દર્દી ની સેવામાં ફરજ પર મુકવામાં આવી હતી ,જેથી ત્રિવેણી આઠ દિવસ ઘરે આવી નહોતી ,અને ત્યાંજ રહી સેવા આપી હતી ,ત્રિવેણીના પપ્પા રાજુભાઈ પાટડી માજ રહે છે.આજે આઠ દિવસની ડ્યૂટી પુરી થતા ત્રિવેણી પોતાના ઘરે આવી પહોંચતા તેની માતા તથા આજુબાજુના રહીશોએ તાળીઓ પડી ,થાળીઓ વગાડી ,ફુલહારથી સ્વાગત કરી તેનો ઉત્સાહ વધાર્યો હતો