રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદપુર જિલ્લાના નસવાડી તાલુકાના ધારસિમેલ ગામ નજીક ૭૦ ફૂટ ઉપથી પાણીનો ધોધ પડતાં અદભુત દ્રશ્ય જોવા મળ્યા જેમ કે હાલ વરસાદી માહોલ હોવાથી નસવાડી તાલુકામાં મેગરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઇને ડુંગર વિસ્તારમાં પાણીનો ગરકાવ થઈને કુદરતી ધોધ નો અદભુત નજારો ઉત્પન થાય છે અદાજીત ૭૦ ફૂટ જેટલો ઉચાઈ થી પડતો પાણીનો ધોડ જોવા લાયક બન્યો છે પણ ત્યાં પહોંચવું માથાના દુખાવામાં સમાન છે જેમકે સ્થળ પર પહોંચવા માટે કોઈ રસ્તોજ નથી જો અહીંયા કોઈ રસ્તાની સુવિધા કરવામાં આવે તો નસવાડી તાલુકાના લોકોને આવા અદભુત નજારો જોવા માટે બોવ દૂર નહિ જવું પડે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના ડુંગરો વરસાદી માહોલ માં જોવા લાયક બન્યા છે.