રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
રાજ્ય સરકારે ગુજરાતમાં એસ.ટી.બસ સેવાનો પ્રારંભ કરવાની જાહેરાત કરતા જ નડિયાદ ડિવિઝનના બાલાસિનોર એસ.ટી.ડેપો દ્વારા પણ મહીસાગર જીલ્લાના મુખ્ય મથક અને તાલુકા મથકને જોડતી બસ સેવા પ્રારંભ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ડેપો મેનેજર કે. કે. પરમારે આપેલ માહિતી પ્રમાણે રાજ્ય સરકારશ્રી અને ડિવિઝનલ કચેરી તરફથી મળે સૂચનાઓ અને માર્ગદર્શન મુજબ બાલાસિનોર એસ.ટી. ડેપોથી આજથી મહિસાગર જિલ્લાના જિલ્લા મથક લુણાવાડા તેમજ તાલુકા મથક વીરપુરની એસ.ટી. બસો શરૂ કરવામાં આવશે. આ બસો સવારના ૮ વાગ્યાથી શરૂ કરવામાં આવશે, જે સાંજના ૬ સુધી ચાલશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક એસ.ટી. બસોને સનેટરાઈઝ કરવામાં આવી છે, તેમજ દરેક ડ્રાઈવર કંડકટર અને મિકેનિકલ સટાફને માસ્ક અને સેનેટરાઇઝની બોટલ આપવામાં આવી છે .બસમાં બેસતા દરેક મુસાફરનું થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત કરવામાં આવશે તેમજ સેનીટરાઈજ થી હાથ સ્વચ્છ કરવામાં આવશે. સવારના ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી એસ.ટી.બસો દોડાવવામાં આવશે દરેક બસમાં માત્ર ૩૦ પેસેન્જર બેસાડવામાં આવશે. બાલાસિનોર મહિસાગર જિલ્લામાં આવેલું હોવાથી જિલ્લા મથક લુણાવાડાની વાયા વરધરી તેમજ તાલુકા મથક વીરપુરના બે રૂટની બસો શરૂ કરવામાં આવશે જેમાં વીરપુર વાયા કડાછલા અને વીરપુર વાયા પરબિયાની બસો શરૂ કરવામાં આવશે.લગભગ બે માસ બાદ શરૂ થતી બસ સેવાઓનો પેસેન્જરો માસ્ક પહેરી , સોશ્યલ ડિસ્ટન્સ રાખી ઉપયોગ કરે તે હાલના તબક્કે જરૂરી છે. આ પ્રારંભિક તબક્કા બાદ વધુ બસો પણ શરૂ થવાનો સંભવ છે .