અમદાવાદમાં નવા મહેમાનોનું આગમન થતા આજે તેમને વિધિવત રીતે લોકો જોઈ શકે એ માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.અમદાવાદ ઝૂ ખાતે જુનાગઢના સકકરબાગ ખાતેથી લાવવામાં આવેલી સિંહ-સિંહણની જોડી ઝૂના મુલાકાતીઓ માટે લોકોનું આકર્ષણ બનશે. ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડોકટર રાજેન્દ્રકુમાર શાહૂએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,જુનાગઢના સકકરબાગ ખાતેથી ચાર વર્ષ અને ચાર મહિનાની વય ધરાવતા સિંહ અને ચાર વર્ષ અને છ મહિનાની વય ધરાવતી સિંહણને એક મહિના અગાઉ ૮ માર્ચના રોજ અમદાવાદ ઝૂ ખાતે લાવવામાં આવ્યા હતા.બાદમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરીટીની ગાઈડલાઈન મુજબ,બંનેને એક મહિનો કવોરન્ટાઈન કરવામાં આવ્યા હતા.ઝૂમાં હાલમાં સિંહ-સિંહણની સંખ્યા ચાર થવા પામી છે.અગાઉ અંબર સિંહ અને જાનકી સિંહણની જોડી હતી.ઉપરાંત ઝૂમાં બે વાઘ, છ દિપડા,એક હાથી, ૧૭ શિયાળ, બે હિપોપોટેમસ છે.આ લોકાર્પણ કાર્યક્રમમાં શહેરના મેયર કિરીટ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.