ગાંધીનગરમાં સુર્યદેવ કાળઝાળ થયાં 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસ.

Gandhinagar Latest

ગાંધીનગરમાં આખરે સૂર્યદેવનો કહેર ચાલુ થઇ ગયો છે. ગુરુવારની સરખામણીએ શુક્રવારે દિવસનું તાપમાન ૮ દોરાના વધારા સાથે કાળઝાળ ગરમીમાં ફેરવાઇ ગયુ હતુ. જોકે રાત્રીના તાપમાનમાં કોઇ મોટો વધારો થયો ન હતો. પરંતુ દિવસની ગરમીની અસર હવે રાત્રીના તાપમાન પર પણ ઉતરશે. દિવસે આકરા તાપ પછી સાંજ ઢળવાની સાથે ઉકળાટનો અનુભવ નગરવાસીઓએ કર્યો હતો. બપોરે ૧૨ વાગ્યા પછીથી લઇને સાંજે ૫ વાગ્યા સુધી રસ્તા પર ટુ વ્હિલર્સની સંખ્યા સતત ઘટતી જોવા મળી રહી છે અને સરકારી કચેરીઓમાં રિસેષના સમયે પણ કીટલીઓ પર ભીડ ઘટવા માંડી છે. ત્યારે ગરમી સામે સાવધાન રહેવાની સુચના પણ હવામાન વિભાગે જાહેર કરી છે. ભેજના પ્રમાણમાં મોટો ઘટાડો થવાથી ગરમી વકરી ગઇ – નગરના રસ્તાઓ સાંજ સુધી સુમસામ રહ્યા હતાંસૂર્યનારાયણ બપોરના સમયે આકરી ગરમી ઓકી રહ્યાં હોઇ પાટનગરના રહીશો માટે કપરા પુરવાર થઇ રહ્યાં છે. ગ્લોબલ વોમગની માઠી અસરના પગલે માર્ચ મહિનામાં જ ૪૦ ડિગ્રી પર પહોંચેલો પારો વધુ ઉપર જઇ રહ્યો છે. ગાંધીનગર શહેરનું મહત્તમ તાપમાન શુક્રવારે ૪૩.૮ ડિગ્રી પર અને લઘુત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી પર પહોંચ્યુ હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે માત્ર ૩૮ ટકા અને સાંજે ૫ વાગ્યે વધુ ઘટીને ૧૫ ટકા નોંધવામાં આવ્યુ હતું. આમ ભેજમાં ઘટાડો થવાથી રાત્રે ગરમીમાં વધારા સાથે બફારો વધવાનો શરૃ થયો છે. આખરે દિવસે અને રાત્રે પંખા અને એસી મશીન સતત ધમધમતા થઇ ગયા છે. શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવી સ્થિતિ બપોરના સમયે સર્જાઇ હતી. તેવી રીતે જ સરકારી કચેરીઓમાં કર્મચારીઓ રિશેષના સમયમાં ચા-પાણી કરવા માટે બહાર નીકળવાનું પણ મુનાસીબ માન્યું ન હતું. દરમિયાન હવામાન તંત્ર દ્વારા હિટવેવ જળવાઇ રહે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતા માટે અનેકવિધ સુચનાઓ જાહેર કરવામાં આવી છે. તેમાં બપોરના સમયે ઘર કે ઓફિસ અથવા વ્યાપાર ધંધાના સ્થળેથી બહાર નીકળવાનું ટાળવું જોએ, સુતરાઉ અને ખુલ્લા વો પહેરવા, વડીલો અને બાળકોને ઘરમાં જ રાખવા, લીંબુ પાણી કે ફળોના જ્યુસ લેવા અને પાણીની તરસ લાગી ન હોય તો પણ સતત પાણી પીતા રહેવાનુ જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *