રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવાકારવા તથા માળિયા ગામમાં ખેતરો અને ગામના રસ્તા ઓ પર પાણી ફરી વતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. ગામના સીમાડામાં ગટરની વ્યવસ્થાના અભાવે ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ગટરની વ્યવસ્થાના ન હોવાના કારણે રોડની આજુબાજુ ગટર હતી પરંતુ અત્યારે નવા રોડ માં વ્યવસ્થા ન કરવાના કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે આવનારા સમયમાં શું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં.
ગટર ની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ખેતરોમાં ગુસી જતી હોવાથી જગતનો તાત જ્યારે અનેક પ્રશ્નો સમાનો કરી રહ્યો છે ત્યારે શું ગામમાં અને સીમમાં વારંવાર પાણી ઘૂસી જાય છે ત્યારે શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કેમ? અતિશય વરસાદના કારણે ભેગા થયેલા પાણીનાં નિકાલ માટે ગટરની વ્યવસ્થા હતી પરંતુ નવા બનાવમાં આવેલા રોડના કારણે ગટરની જગ્યા છોડવમાં ન આવતા આ પાણી સુધી ગામના નીચાણવાળા વિસ્તારમાં તેમજ ઉભા પાકમાં ઘૂસી જતાં જગતનો તાત મુશ્કેલીઓ સમાનો કરી રહ્યો છે ત્યારે આવનારા સમયમાં શું કોઈ પગલાં લેવામાં આવશે?
ગઈ કાલે રાતે બહુ જ વરસાદ થવાના કારણે ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે સોનેલાવથી દલખુદિયા અને ત્યાંથી આ ત્રણ ગામમાં પાણી આવવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં ઘરમાં પાણી ઘુસી ગયા છે. ગટરનું લેવલ ન હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે આવનારા સમયમાં તંત્ર દ્વારા કોઈ સહાય કરવામાં આવશે કેમ?