અમીરગઢ ના ડેરી પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Banaskantha Latest

રિપોર્ટર – સુરેશ રાણા, બનાસકાંઠા

અમીરગઢ તાલુકાના ડેરી ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે વાલી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ શાળાની બાળાઓએ પ્રાર્થના કરીને ત્યાર બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ ગામના વડીલો, આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય દ્વારા શાળામાં બાળકોની સતત ગેરહાજરી તથા શાળા વિકાસના આયોજન બાબતે ચર્ચા કરી હતી. વાલીઓએ પણ તેમની વાતને વધાવી લઈને બાળકોને દરરોજ શાળાએ મોકલવાની તેમજ શાળાના વિકાસ કાર્યોમાં સહયોગ આપવાની બાહેધરી આપી હતી. આ કાર્યક્રમમાં સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ શાળાના તમામ શિક્ષકો સહિત ઉપસ્થિત મહાનુભાવો ગામના સરપંચ, ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *