જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા ધ્રાબાવડ- ચિત્રી- સાંગરસોલા રોડ, ખીરસરા-સુત્રેજ રોડ અને સેંદરડાના જૂદા જૂદા એપ્રોચ રસ્તાના કામોનો રાજ્યમંત્રી દેવાભાઇ માલમના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ત્રણેય રસ્તા રૂ.1.39 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની લાગણી અને જરૂરીયાતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા પંથકના ચિત્રી, સુત્રેજ અને સેંદરડા ગામ ખાતે ગ્રામ્ય રસ્તાઓને જોડતા એપ્રોચ રસ્તાના નવીનીકરણ કામનો રાજ્યમંત્રી અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે ખાતમુહૂર્ત કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ચિત્રી ખાતે ધ્રાબાવડ-ચિત્રી-સાંગરસોલા રોડના 3.6 કિ.મી. લંબાઇના રોડનું કામ રૂ.64.40 લાખના ખર્ચે બનાવવામાં આવશે. જેમાં રીસફેસિંગ, સી.સી.રોડ, નાળા કામ અને રોડ ફર્નીસિંગના કામો મંજુર કરવામાં આવ્યા છે. બપોરના સુત્રેજ ગામ ખાતે ખીરસરા-સુત્રેજ ગામને જોડતા રસ્તાના 2.5 કિ.મી. લંબાઇના રોડનું કામ રૂ.59.70 લાખના ખર્ચે કરવામાં આવશે. જેમાં રીસફેસિંગ, સી.સી.રોડ અને રોડ ફર્નીસિંગનું કામ કરવામાં આવશે. તે ઉપરાંત સેંદરડા ખાતે એપ્રોચ રોડના કામનો રૂ.14.79 લાખના ખર્ચે બનાવવાના કામનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ત્રણેય રસ્તા બની ગયા બાદ ગ્રામીણ પ્રજાને રાહત મળશે.
Home > Saurashtra > Junagadh > કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને જોડતા સાતેક કિમીના ત્રણ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરાયુ.