રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા
લિબુણી માઇનોર કેનાલમાં ૨૫ ફૂટનું ગાબડું પડતા ખેતર બન્યુ તળાવ
સરહદી સુઇગામ તાલુકામાંથી પસાર થતી લિબુણી માઇનોર કેનાલમાં વધુ પાણી છોડી દેવાતાં હલકી ગુણવત્તાની કેનાલ તૂટી જતાં 25ફૂટ ઉપરાંતનું ગાબડું પડી જતા ખેડૂતના બિન વાવેતર કરેલ 3 એકર ખેતરમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ જતાં ખેતર તળાવમાં ફેરવાઈ ગયું હતું.એક બાજુ સરહદી વિસ્તારો માં પીવાના અને સિંચાઈના પાણી માટે ખેડૂતો તંત્રને રજૂઆતો કરી રહ્યા છે,ત્યાં બનાસકાંઠા જિલ્લાના સરહદી ,સુઇગામ વિસ્તારમાં હલકી ગુણવત્તાની કેનાલોમાં ગાબડાં પડવાની ઘટનાઓને લઈ ખાસ કરીને ખેડૂતો ની મુશ્કેલી માં વધારો થઈ રહ્યો છે,પાણી માટે જ્યાં ખેડૂતો તંત્ર પાસે આજીજી કરી રહ્યા છે,ત્યાં ભ્રષ્ટ તંત્ર ની નિગરાની નીચે બનેલી હલકી ગુણવત્તાની કેનાલો કાગળની જેમ ફાટી જાય છે,છતાં જવાબદાર નર્મદાના અધિકારીઓ કે સરકાર દ્વારા પણ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાતી ન હોઈ આમ જનતા માં તંત્રની મિલીભગત ના ખુલ્લેઆમ આક્ષેપો થઈ રહ્યા છે,દિવસ ઉગેને કેનાલોમાં ગાબડાં પડવાની ઘટનાઓને લઈ નર્મદા વિભાગ સાવ બદનામ થઈ ગયું છે.