રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ પંથકમાં ઓસા,ઘેડ,શરમા,સામરડા સહીતના ગામો થયા સંપર્ક વિહોણા ઓજત અને ભાદર નદિના પાણી માંગરોળના ઘેડ પંથકને પાકનું તો ધોવાણ કર્યું પરંતુ સાથે સાથે જમીનનું પણ ધોવાણ કરી નાખતા ખેડુતો બન્યા નોધારા જે આઠ આઠ દિવસથી સંપર્ક વિહોણા થયેલ તેમજ વાળી વિસ્તરમાં ફસાયલ લોકોનું રેસ્ક્યુ કાર્ય બાદ ગામના ખેડુતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સામરડા ગામની તમામ જમીનો પાક સાથે ધોવાણ થતાં ખેડુતો લાચાર બનીચુકયા છે.
જયારે નવલખા ડેમની પાસે છ સાત લોકો ફસાયા હતા જેને બચાવી લેવા એન ડી આર એફની ટીમ પણ આવી પહોચી હતી અને ફસાયેલ લોકોને બચાવાયા હતા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માંગરોળના ઘેડ પંથકમાં ચારે તરફ પાણી શિવાઇ પાક કે જમીનો દેખાઇ નથી અને દરીયા જેવો માહોલ છવાયો છે હાલતો રસ્તા ઉપર કમરડુબ પાણી હોવા છતાં પ્રથમ આ ગામોમાં હોડીમાં જયને એન ડી આર એફ મામલતદાર ટી.ડી.ઓ એ મુલાકાત લીધી હતી.