રાજ્ય સરકારની હેરિટેજ ટૂરિઝમ પોલિસી હેઠળ રાજ્યના હેરિટેજ સ્થળો અને રાજમહેલોને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એક જ દિવસમાં 451 કરોડ રૂપિયાના એમઓયુ થયા હતા. આ એમઓયુ હેઠળ વડોદરા, રાજકોટ, સંતરામપુર, દેવગઢ બારિયા, બાલાસિનોરના રાજ મહેલોને ટૂરિઝમ પ્લેસ તરીકે વિકસાવવા માટે હેરિટેજ પ્રોપર્ટીના માલિકો અને પ્રવાસન નિગમ વચ્ચે એમઓયુ થયા હતા. ગાંધીનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા ગુજરાતના ભવ્ય વારસાની ઉજવણી કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હેરિટેજ પોલિસી પોર્ટલ અને ગવર્નર હિલ સાપુતારા, સાસણગીર વિલેજ તેમજ દાંડી ખાતે વિવિધ પ્રવાસન સુવિધાના ઇ-લોકાર્પણ કર્યા હતા. હેરિટેજ પોલિસી પોર્ટલ પર હેરિટેજ પ્રોપર્ટીધારકો એપ્લિકેશનથી લઇને ફી પેમેન્ટની પ્રક્રિયા ઓનલાઇન કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયેલા ટૂરિઝમ સેક્ટરને ફરી પૂર્વવત્ બનાવવા રાજ્ય સરકાર તમામ રીતે પ્રયત્નશીલ છે. આ વ્યવસાયને ફરી ધબકતો કરવા માટે ઇન્સેન્ટિવ્ઝ આપવાની પણ રાજ્ય સરકારની તૈયારી છે.
Home > Gandhinagar > રાજ્યના હેરિટેજ ટુરિઝમ માટે એક દિવસમાં વડોદરા, રાજકોટ, બારિયા સહિતના સ્થળોના મહેલ હેરિટેજ પ્લેસ બનાવવા 451 કરોડના MoU કર્યા.