રિપોર્ટર- યોગેશ પંચાલ ,કવાંટ
છોટાઉદેપુર જિલ્લામાં ધુળેટી પર્વ ની ઉજવણી પણ ધામધૂમ થી કરવામાં આવી .કોરોના મહામારી ના કારણે છેલ્લા બે વર્ષ થી કોઈ તહેવાર ની ઉજવણી મન મૂકી ને કરી શક્યા નહતા .ત્યારે હવે થોડી હળવાશ ની પળો આવી છે તેવા સમયે હોળી નું પર્વ એટલે રંગોત્સવ નો પર્વ છોટાઉદેપુર જિલ્લા માં ખૂબ ધામધૂમ થી સૌ સાથે મળી મન મૂકી ને તહેવાર ની ઉજવણી કરવામાં આવી ત્યારે શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ દ્વારા પણ પોતાના પરિવાર સાથે પર્વ ની ઉજવણી કરવામાં આવી અને સૌ શિક્ષકો અને છોટાઉદેપુર જિલ્લા ના તમામ લોકો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માં આવી.