રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ
કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં દર વર્ષે ધુળેટીના દીવસે યોજાતા મેળામાં ખાણી પીણી રમકડા સ્ટોર કટલેરી બજાર બાળકોના મનોરંજનના સાથે ચા પાણી ભોજન પ્રસાદી સહીતની વ્યવસ્થા સાથે મેળાનો બે લાખ જેટલા લોકોએ લાભ લીધો. સૌરાષ્ટ્ર ભરમાં અને જુનાગઢ જીલ્લામાં એક માત્ર ઘુણેશ્વર દાદાનું આ મંદિર એવું છે જ્યાં આજુબાજુના આસરે પચ્ચીસથી પણ વધારે ગામોના લોકો જેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થાય તેને ધુળેટીના દિવસે ધુણેશ્વર દાદાને સવા મણની ઘઉની ઘુઘરી ધરવામાં આવેછે અને તેની પ્રસાદી લેવામાં આવેછે. આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ કટલેરી બજાર રમકડાના સ્ટોલમાં લોકો મેળાની યાદગીરી માટે ખરીદી કરેછે જે ખરીદી કરનારાઓની પણ ભારે ભીડ જોવા મળેછે.ધુણેશ્વર દાદાના મંદિરના લાભાર્થે કાન ગોપી રાસ મંડળીનું આયોજન કરવામાં આવેછે જેમાં જુદા જુદા ગામોના કલાકારો તથા સેવાભાવીઓ દ્વારા નિ:સ્વાર્થ ભાવે સેવા આપવામાં આવેછે તેમાંથી એકઠું થતું ફંડ ધુણેશ્વર દાદાના મંદિરના સેવાકીય કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવેછે મેળામાં અશ્વ દોડ હરીફાઈ પણ આકર્ષણનું કેન્દ્ર બનેછે આજુબાજુના ગામોના અશ્વ પાલકો અશ્વો ને શણગારી મેળામાં વિવિધ હરીફાઈ યોજવામાં આવેછે જેમાં રેવલ ચાલ દોડ હરીફાઈ યોજવામાં આવેછે. ધુણેશ્વર દાદાના મેળામાં ધુળેટીના દિવસે સવારથી લોકો ઉમટી પડેછે આખો દિવસ મેળાની મોજ માણેછે આ મેળામાં આજુબાજુના પચીસથી પણ વધારે ગામોના લોકો મેળાનો લાભ લે છે. વર્ષો પહેલાં આ મેળામાં શણગારેલા બળદ ગામડાઓમાં લોકો મેળો કરવા આવતા અને બળદ ગાડાની હરીફાઈઓ પણ યોજાતી ધીમે ધીમે ટ્રેક્ટર ફોરવ્હીલ તથા બાઈકો સહીતના વાહનોની સગવડો વધતી જતા હાલમાં બળદ ખાડાઓ જવલ્લે જ જોવા મળે છે ઘોડેસવાર ઘોડા દોડાવવાની હરીફાઈ કરેછે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાતા મેળામાં ધુણેશ્વર દાદા સમિતી દ્વારા ચા પાણી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેછે કોઈ જાતનું ફંડ લેવામાં આવતું નથી લોકો સ્વેચ્છિક અનુદાન આપે તે સ્વીકારવામાં આવેછે યોજાયેલ મેળામાં બે લાખ જેટલા લોકોએ મેળાનો લાભ લીધો હોવાનો અંદાજ માનવામાં આવેછે