બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા
નર્મદા જિલ્લામાં યોજાનારી જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને રાજપીપલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ અન્વયે જાહેર થયેલાં કાર્યક્રમ મુજબ ગતરોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિને રાજપીપલા નગરપાલિકાના ૭ વોર્ડની કુલ-૨૮ બેઠકો માટે માન્ય થયેલાં ૧૨૩ ફોર્મ પૈકી ૦૮ ફોર્મ પરત ખેંચાતા હવે આ ૨૮ બેઠકો ઉપર કુલ- ૧૧૫ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. તેવી જ રીતે નર્મદા જિલ્લા પંચાયતની કુલ-૨૨ બેઠકો માટે માન્ય થયેલાં ૭૯ ફોર્મ પૈકી કોઇ પણ ઉમેદવારી પરત ખેંચાઇ નથી, જેથી આ ૨૨ બેઠકો ઉપર હવે કુલ-૭૯ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. જ્યારે નાંદોદ,ગરૂડેશ્વર, તિલકવાડા, દેડીયાપાડા અને સાગબારા એમ પાંચેય તાલુકા પંચાયતોની કુલ-૯૦ બેઠકો માટે માન્ય થયેલા ૩૧૪ ફોર્મ પૈકી આજે ૦૭ ફોર્મ પરત ખેંચાતા હવે આ ૯૦ બેઠકો માટે કુલ- ૩૦૭ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે. આમ, નર્મદા જિલ્લામાં રાજપીપલા નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાંચેય તાલુકા પંચાયતો સહિત કુલ-૧૪૦ બેઠકો માટે માન્ય-૫૧૬ ફોર્મ પૈકી કુલ- ૧૫ ફોર્મ પરત ખેંચાતા હવે સમગ્ર શહેર- જિલ્લામાં કુલ- ૫૦૧ ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા યોજાશે.