રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ દીવાળી અને બેસતા વર્ષના તહેવારને લઇ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ યોજાઈ, જેમાં માંગરોળ પી.એસ.આઈ.બી.કે.ચાવડાના અધ્યક્ષ સ્થાને પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ મળી હતી. જેમાં લોકોને શાંતી પૂર્ણ તહેવારની ઊજવણી કરી શકે તેમાટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા. જેમાં ખાસ સરકારની ગાઈડ લાઇનનું પાલન કરવું અને રાત્રીના બાર વાગ્યા સુધીજ માજ ફટાકડા ફોડવા અને જાહેર માર્ગો પર ફટાકડા ન ફોડવા જેથી કોઈ રાહદારીઓ કે અન્ય કોઈને તકલિફ ના થાય. જેનું ખાસ ધ્યાન રાખવું જેથી તમામ લોકો શાંતી પૂર્ણ
દિવાળી બેસતા વર્ષ ઉજવણી કરી શકે તેવી સૂચના આપી હતી. આ મીટિંગમાં માંગરોળ ના આગેવાનો અને પત્રકારો મિત્રોએ હાજરી આપી હતી.