રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ
ગત વર્ષની સરખામણીએ બજારમાં ખાખડીનું બે સપ્તાહ મોડું આગમન સાથે ઉંચા ભાવે ખાખઠીનું વેચાણ
અવારનવાર વાતાવરણમાં બદલાવના કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા ફાલ જોવા મળી રહયા છે સરેરાશ જાન્યુઆરીની શરૂઆતમાં આંબામાં ફલાવરીંગ એટલે કે મોર આવવાની શરૂઆત થતી હોય છે ફેબ્રુઆરીમાં મગીયો બંધાઈ ખાખઠીનું બંધારણ થાય છે ત્યારે થોડા વર્ષોથી વાતાવરણમાં અચાનક બદલાવના કારણે ફલાવરીંગ મગીયો ખાખઠી બનવામાં થોડા દિવસ વહેલા મોડું થતું રહે છે ગત વર્ષની સરખામણીએ બજારમાં ખાખઠીનું બે સપ્તાહ મોડુ આગમન થયું છે જ્યારે ગત વર્ષના ખાખઠીના ભાવની સરખામણીએ હાલના વર્ષે ઉંચી કિંમત જોવા મળી રહી છે ગત વર્ષે ખાખઠીના આગમનની શરૂઆતમાં પ્રતિ કિલો ત્રણસો રૂપિયાના ભાવે બજારમાં વેચાણ થતું હતું જે આગામી વર્ષે ખાખઠીના આગમનની શરૂઆતમાં પ્રતિ કિલો પાંચસો રૂપિયામાં ખાખઠીનું વેચાણ થઈ રહ્યું છે હાલના વર્ષે કેરીનું મબલખ ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે તેમજ કેરીની સીઝન લાંબો સમય રહેશે તેવી શક્યતા સેવાઇ રહી છે જેથી કેરીના સ્વાદ રસીકોને ફળોની રાણી કેરીનો સ્વાદ લાંબો સમય સુધી માણવા મળે તેવો અંદાજ સેવાઈ રહ્યો છે.