નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ નો 92% વેક્સીનેસન નો દાવા મા કેટલી સચ્ચાઈ ??!

Narmada

બ્યુરો ચીફ :અંકુર ઋષિ રાજપીપળા

વેકસીન નો પ્રથમ ડોઝ લેનાર કેટલાંય લોકોને બીજા ડોઝ ની તારીખ આવતા ઓટોમેટિક મેસેજો આવી જાય છે. કે તમે સફળતાપૂર્વક વેકસીન નો બીજો ડોઝ લઈ લીધો છે.!! ભૂતકાળ મા પણ રાજપીપળા ના 60 વર્ષીય દંપતી વેકસીન સેન્ટર સુધી જવા અશક્ત હોવા છતાં તેમના નામ ના સર્ટી ઈશ્યુ થયા ના પ્રકરણનો પણ આરોગ્ય વિભાગે આજ દિન સુધી કોઈ ખુલાસો આપ્યો નથી.
 નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સોમવાર 18 ઓક્ટો. ના રોજ એક પ્રેસનોટ જારી કરી ને જાણકારી આપવામાં આવી કે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામા કોરોના વિરોધી રસી નો 92% લક્ષ્યાંક પૂરો કરી લેવામાં આવ્યો છે. પરંતુ અનેક લોકો ની ફરિયાદો ઉઠવા પામી છે કે તેમને કોરોના ની રસી લિધીજ નથી છતાં તેમના નામે વેકસીન લેવાઈ ગયાના સર્ટિફિકેટ ઈશ્યુ કરી દેવાયા છે.આવોજ એક કિસ્સો પ્રકાશમા આવ્યો છે. રાજપીપળા ના ટુલ્સ રીપેરીંગ નો વ્યવસાય કરતા નારાયનલાલ સુથાર અને તેમની માતા એ ગત તારીખ 30 /06 /2021 ના રોજ રાજપીપળા ના અર્બન સેન્ટર મા વેકસીન ઉપલબ્ધ ન હોવાથી વાવડી મુકામે જઈ ને કોવિશિલ્ડ વેકસીન લીધી હતી., ત્યાર બાદ તેમને આરોગ્ય વિભાગ તરફ થી આપવામાં આવેલા વેક્સીનેસન રજિસ્ટ્રેશન કાર્ડ આપવામાં આવ્યું હતું જેમાં હવે પછી બીજા ડોઝ ની તારીખ 24/09/2021 દર્શાવવામા આવી હતી. પરંતુ બીજા ડોઝ ની તારીખ અને મેસેજ ની રાહ જોઈ રહેલા એ ભાઈ ના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર તારીખ 24/09/2021 ના એક મેસેજ આવ્યો હતો કે “તમે સફળતા પૂર્વક કોવિશિલ્ડ ની રસી નો બીજો ડોઝ લઈ લીધો છે”  અને સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જતા તેઓ આશ્ચર્ય પામવા સાથે ચિંતા મા મુકાઈ ગયાં હતાં. જેથી તેઓ અને તેમની માતા રાજપીપળા ના અર્બન સેન્ટર મા ગયા હતા. અને તેમને વેકસીન લેવાની છે અને તારીખ જણાવતા તેમના નામ નોંધણી કરી વેક્સીન નો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો હતો. હવે સવાલ એ ઉભો થાય છે કે વેકસીન લીધાં વગરજ આરોગ્ય વિભાગ કઈ ટેકનોલોજી ની મદદ થી લાભર્થી ને ઘર બેઠા વેકસીન આપી દે છે. અને વેકસીન લેનાર ને ખબર પણ નથી પડતી કે તેમને વેકસીન લઈ લીધી!!?? બીજો સવાલ એ છે કે જે ઈસમના નામે જે તે વેકસીન સેન્ટર ઉપર વેક્સીન અપાઈ ગઈ તેવું રેકોર્ડ ઉપર બતાવી દેવામાં આવે છે. એ વેકસીન ક્યાં જાય છે?? એ વેક્સીન ની પાછળ ગુજરાત સરકાર જે ખર્ચ કરે છે. એ મૂલ્ય ધરાવતી વેકસીન કોને આપી દેવામાં આવે છે? શું કાગળ ઉપર લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે આવા બોગસ સર્ટિફિકેટ જારી કરી દેવામાં આવે છે??  શું નર્મદા જીલ્લા નો 92% વેકસીનેશન નો લક્ષ્યાંક આવી રીતે પૂર્ણ કરાયો છે?? અગાઉ પણ રાજપીપળા માછી વાડ ના એક વૃદ્ધ દંપતી ના નામે તેમેણે વેક્સીન લઈ લીધી છે તેવા સર્ટીફીકેટ જનરેટ થઈ ગયાં હતાં, જ્યારે તેઓ પગે ચાલી ને વેકસીન સેન્ટર સુધી જવા પણ અસમર્થ હતા, તો નર્મદા જિલ્લા કલેકટર આ પ્રકરણ ની નોંધ લઈ તપાસ કરાવશે? શું કાગળ ઉપર કામગીરી બતાવનાર આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે આ બાબતે ખુલાસો મંગવામાં આવશે?? વેકસીનેશનના નામે પ્રજા ની પરસેવા ની કમાણી ના ટેક્ષ રૂપી ખર્ચાઈ રહેલા નાણાં થી  આવા ધુપ્પલ ચાલતા રહેશે? શું સત્ય બહાર આવશે??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *