રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ
શહેરા તાલુકાના અણીયાદ ગામ ખાતે 17.50 લાખના ખર્ચે ગ્રામ પંચાયત ઘર તૈયાર થઇ જતા રવિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના નવીન મકાનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ રયજી ભાઈ નાયક, ઉપ-પ્રમુખ ભારત સોલંકી ,તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપતસિંહ પટેલ, મહામંત્રી સંજય બારીયા , કિરીટ બારીયા, દિલીપભાઈ મહેરા, તાલુકા પંચાયતના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી જયદીપસિંહ સોલંકી તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારી કિરણ સોલંકી , ભાજપ અગ્રણી તરસંગ ગામના દિલીપ સોલંકી અને તાલુકા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતના સરપંચ ઘનશ્યામભાઈ ભરવાડના વરદ હસ્તે રીબીન કાપીને નવીન ગ્રામ પંચાયત ઘર સ્થાનિક ગ્રામજનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ.રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ માંથી નવિન બનેલ ગ્રામ પંચાયત ઘર વિવિધ સુવિધાથી સજજ હોવાથી ગ્રામજનોમાં ભારે ખૂશીની લહેર છવાઇ હતી. આ લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત કચેરી તેમજ આર.એમ.બી વિભાગ અને સંબંધિત કચેરીના અધિકારીઓ, પ્રાથમિક શિક્ષણ વિભાગ તેમજ મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા….