રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ
.જ્યારે શહેરા નગર પાલિકા કચેરી ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યકમ યોજાયો હતો. સ્થળ ખાતે આરોગ્ય,આધારકાર્ડ સહિત વિવધ યોજનાના લાભ મોટી સંખ્યામા અરજદારો એ લીધા હતા.
પંચમહાલ જિલ્લામાં સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત શહેરા નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલિકાના ટાઉન હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ , પ્રાંત અધિકારી તેમજ પાલિકાના ચીફ ઓફિસર સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સેવા સેતુ કાર્યક્રમ ને ખુલ્લો મુકવા સાથે લાભાર્થીઓને સરકાર ની વિવિધ લાભકારી યોજનાઓની માહિતી આપી હતી.આ સેવા સેતુ કાર્યક્રમમાં આધાર કાર્ડ, આરોગ્યલક્ષી યોજનાઓ, એસ. ટી વિભાગ,વન વિભાગ તેમજ વિવિધ દાખલા , રેશનકાર્ડ, વૃદ્ધ પેન્શન યોજના , સાત બાર આઠ ના પ્રમાણપત્ર , ચૂંટણી કાર્ડ સહિત કોરોના સામે સુરક્ષા અંગેની માહિતી આપતાં પેમ્પલેટ પણ જોવા મળ્યા હતા. કોરોના કાળમા તાલુકામાં જે બાળકોએ પોતાના માતા કે પિતા ગુમાવ્યા હોય તેવા બાળકોને રૂપિયા 2000 ની સહાય દર મહિને મળે તે માટે ૨૩ જેટલા ફોર્મ પણ અહી ભરાયા હતા. અને સેવા સેતુ કાર્યક્રમ ખાતે દિવસ દરમિયાન મોટી સંખ્યામા અરજદારોની અવરજવર શરૂ રહેવા સાથે 200થી વધુ અરજીઓ પણ આવી હતી. નગરપાલિકા ના એન્જિનિયર જીગ્નેશ ભાઈ શાહ, આરોગ્ય અધિકારી ભરત ગઢવી, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી.રાઠવા તેમજ પાલિકા સ્ટાફ મામલતદાર સ્ટાફ ,આરોગ્ય વિભાગ સ્ટાફ,પોલીસ વિભાગ સહિત અન્ય કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહેતા કાર્યક્રમને સફળતા મળી હતી ..