રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
જાફરાબાદ તાલુકામાં આવેલા નાગેશ્રી ગામમાં ખેડૂતની વાડીમાં ખુલ્લા કુવામાંથી 5 વર્ષ કરતા વધુ ઉંમરના સિંહ નો મૃતદેહ મળી આવ્યો.
નાગેશ્રીના આગેવાનો દ્વારા તરત વનવિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ દોડી આવી હતી..
ખેડૂતના કુવામાંથી કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કઢાયો હતો .
પાણી ભરેલું હોવાને કારણે સિંહ પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું .
જો કે આ મૃતદેહ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો..