પંચમહાલ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસ જવાનોને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના બ્રહ્માકુમારી રતન દીદી અને જયા દીદી એ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

Panchmahal

રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ

પંચમહાલ જિલ્લામાં રક્ષાબંધન પર્વને લઇને જિલ્લાવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે શહેરા પોલીસ મથકનો સ્ટાફ કોઈપણ તહેવાર હોય ત્યારે પણ પોતાની નૈતિક ફરજ પરિવારથી દૂર રહીને બજાવતો હોય છે.પોલીસ મથક ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલયના રતન દીદી અને જયા દીદી એ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. રાઠવા સહિત પોલીસ સ્ટાફ ને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *