શહેરા તાલુકાના ખાંટના મુવાડા ગામ ખાતે ખેતરમાં રહેલાં ડાંગરના પાકમા અજગર જોવા મળ્યો..

Panchmahal

રિપોર્ટર:પાર્થિવ દરજી પંચમહાલ

 શહેરા તાલુકાના ખાંટના મુવાડા ગામ ખાતે ભવનસિંહ ઠાકોર પોતાના  ખેતરમાં ખેત મજુરો સાથે ડાંગરની કાપણી કરતા હતા.ત્યારે બાર ફૂટ લંબાઈ ધરાવતો  અજગર તેમને જોવા મળતા તેઓ ગભરાઈ જવા સાથે બુમાબુમ કરતા આજુબાજુમાં ખેતી કામ કરતા લોકો દોડી આવ્યા હતા.ખેડૂત દ્વારા ખેતરમાં અજગર હોવાની જાણ ગોધરા ખાતે અજગર પકડતા ચેતન અને જનક સોલંકીને કરતા તેઓ પોતાની ટીમ સાથે
ખેડૂતના ખેતરમાં પહોંચી જઈને અજગરને પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરી હતી.ભારે જહેમત બાદ અજગરને પકડી પાડવામાં આ ટીમને સફળતા મળી હતી. ખેડૂતના ખેતર માંથી પકડી પાડેલ અજગરને જોવા  માટે આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. જો પકડી પાડેલ બાર ફૂટ લંબાઈ ધરાવતા અજગરને જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મૂકવામાં આવ્યો હતો. તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં અનેક ખેડૂતોના ખેતરમાં અજગર દેખા દેતો હોય ત્યારે આ બાબતની જાણ સ્થાનિક વનવિભાગને પણ કરવામાં આવે જેથી વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી શકે તો નવાઈ નહી. હાલ તો આ અજગરે આ વિસ્તારમાં કોઈ પશુનો જીવ લીધો છે. કે નહી તે દિશામાં પણ સ્થાનિક વનવિભાગની ટીમ અહીં આવીને તપાસ કરે તે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *