રિપોર્ટર: પાર્થિવ દરજી પંચમહાલ
શહેરા તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને પ્રજાજનોમા ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. નગરપાલિકાના હોલમાં અને તાલુકાના ડોકવા ગામ ખાતે પર્વતસિંહ ચૌહાણ ના ઘર પાસે ગરીબો ની બેલી સરકાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોનું ગ્રામજનો દ્વારા પુંષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતુ.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેક્શન સ્થળ ઉપર આપવામાં આવ્યા હતા. જેમાં સપના ભારત ગેસ એજન્સી શહેરા માથી 70 કનેક્શન અને વાસુદેવ ભારત ગેસ એજન્સી મોરવા રેણા માથી 30 ગેસ કનેકશન કુલ મળી ને 100જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બાળ સેવા યોજના હેઠળ કોરોનાના કાળ દરમિયાન માતા કે પિતા ગુમાવનાર 55 જેટલા બાળકોને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ પ્રતિમાસ રૂપિયા બે હજારની સહાયના મંજૂરી હુકમો ઉપસ્થિત અધિકારીઓ અને મહાનુભાવોના હસ્તે આપવામા આવ્યા હતા. જ્યારે કોરોના ની ત્રીજી લહેર આવવાની શક્યતા વચ્ચે મોરવા રેણા, ખરેડીયા, ખાંડિયા, તરસંગ સહિતના 36 ગામોમાં 100 ટકા વેક્સિનેશન ની કામગીરી પૂર્ણ થતા આ ગામના સરપંચોને સારી કામગીરીને લઇને સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ દુધાભાઈ બારીયા, તાલુકા પંચાયત સભ્ય ગીતાબેન રાકેશ કુમાર ચૌહાણ, ગામના અગ્રણી પર્વતસિંહ નાથાભાઈ ચૌહાણ, તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા, સપના ભારત ગેસ એજન્સીના મુકેશભાઈ, વાસુદેવ ભારત ગેસ એજન્સી ના તેજસભાઈ પટેલ, પ્રાથમિક વિભાગના કેળવણી નિરીક્ષક સરદારભાઈ વણઝારા તેમજ સી.આર.સી ખાંડિયા બાબુ ભાઈ વણઝારા સહિત મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી અને લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા…