રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થી તાલાલા તાલુકા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તેમજ અતિથિ વિશેષ તરીકે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ જોષી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ કોષાધ્યક્ષ રામસિભાઈ પંપાણીયા , ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સંગઠનમંત્રી રાજુભાઈ ભેડા તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વજેસિંહભાઈ ચુડાસમા અને મહામંત્રી પરબતભાઇ ચાંડેરા, દિપકભાઇ નિમાવત – કાર્યાધ્યક્ષ ગીર સોમનાથ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ભરતભાઈ ચીરોલીયા- ખજાનચી ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ભરતભાઈ વાઘ – પ્રચારમઁત્રી ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઇ નાઘેરા તેમજ ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયેટના પ્રાચાર્ય વરસિંગભાઈ પંપાણીયા તેમજ જિલ્લા પંચાયત ગીર સોમનાથ ના સદસ્ય રાજવિરસિંહ ઝાલા અને જાદવભાઈ ભોળા , હમીરભાઇ વાઢિયા – ચેરમેન કારોબારી સમિતિ સુત્રાપાડા તથા રામસિંહ ભાઈ જાદવ તાલુકા પંસાયત નાં પ્રમુખના પ્રતિનિધિ તથા પ્રતાપભાઈ બારડ ભરતભાઈ પરમાર સરપં ઘંટિયા પ્રાચી.હીતેષભાઈ પડયા.. મહેદ્રભાઈ નાઘેરા અગ્રણી ઘંટિયા પ્રાચી અને પ્રતિનિધિઓ તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને ધંટીયા ના ધર્મેન્દ્ર સિંહ પરમાર..તથા. પ્રતિનિધિઓ તેમજ નિવૃત શિક્ષકો ના ગામના સરપંચઓ અને શાળા સમિતિના સભ્યો અને પે સેન્ટર શાળાના આચાર્ય અને સુત્રાપાડા તાલુકાના 400 જેટલા શિક્ષકોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ લાખાભાઇ વાળા તેમજ સુત્રાપાડા તાલુકાના 7 (સાત) શિક્ષકોનું નિવૃતિ સન્માન કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે શૈક્ષણિક અધિવેશન અંતર્ગત ડાયટ ના પ્રાચાર્ય પંપાણીયા સાહેબે શિક્ષણની ગુણવતા સુધારવા માટે શિક્ષકો ને માર્ગદર્શન આપ્યું હતું તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના પૂર્વ પ્રમુખ શ્રી ચંદુભાઈ એ વર્ગખંડ શિક્ષણની ઉમદા કામગીરી માટે પ્રેરિત કર્યા હતા તેમજ અધ્યક્ષ સ્થાને થી તાલાલા તાલુકા ના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ ને પણ શિક્ષકો ના પ્રશ્નો ની સરકારશ્રી માં રજૂઆત કરવાની ખાત્રી આપી હતી અને નિવૃત શિક્ષકો ને દીર્ઘાયુ અને સુખમય જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં માલાભાઈ ઝાલા અને તેની ટીમે ખુબજ જહેમત ઉઠાવી હતી, આ કાર્યક્રમ નુ સફળ સંચાલન દિપકભાઇ નિમાવતે કર્યુ તેવું રમેશભાઈ ચૌહાણ ની યાદી માં જણાવાયું છે.
