રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હોમગાર્ડ જવાન વડોદરા જિલ્લાના વાઘોડિયાના જરોદ ખાતે “19”જિલ્લાનાના પાંચ-પાંચ હોમગાર્ડ જવાનો તાલીમ અર્થે ગયા હતા. ત્યાં તાલીમ દરમિયાન ફાયરીંગ, પરેડ જેવી અલગ- અલગ રાજ્ય કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુનાગઢ જિલ્લાના કેશોદ યુનિટના જે.એમ.બડવાએ તૃતિય સ્થાન પ્રાપ્ત કરી જુનાગઢ જિલ્લાનું તેમજ કેશોદ હોમગાર્ડ યુનિટનું ગૌરવ વધારવા બદલ કેશોદ હોમગાર્ડ ઓફીસ ખાતે સમગ્ર હોમગાર્ડ સ્ટાફ દ્વારા જે.એમ.બડવાનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય બાબત જણાવતા આનંદ અનુભવી રહ્યા હોય તેવો દાખલો જે.એમ.બડવાએ 55 વર્ષ નિવૃત થયા હતા. તો પણ દેશ સેવા કાજે તેમને સરકાર તરફથી ફરજ અંગે અરજી મુકતા તેમને વધારાના બે વર્ષની મંજૂરી આપવામાં આવી છે. આટલી મોટી ઉંમરે યુવાન જેવુ ફિટનેસ જાળવીને યુવા પેઢી સમો દાખલારૂપ ઉત્સાહ પ્રેરણા,ઉદાહરણ પુરૂ પાડયું છે.