ગીર સોમનાથ: માનવ ગરીમા યોજનામાં સામાન હલકી કક્ષાનો તથા વપરાયેલ સમાનની તપાસ કરવા માંગ.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

રાજ્ય સરકાર દ્વારા માનવ ગરીમા યોજના અંતર્ગત આપવામાં આવેલાં સામાનમાં ભષ્ટ્રાચાર ની તપાસ ની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડા દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ નાં મંત્રી તથા અધિક સચિવ ને પત્ર લખતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદી જુદી યોજના માં વર્ષ ૨૦૧૯/૨૦ માં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ,વિચરતી અને વિમુક્ત જાતિના ઈસમો જીવન ગરિમાપૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાનાં વ્યવસાય કરી સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે સરકાર શ્રી ના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દરજીકામ,વિવિધ પ્રકારની ફેરી, પંચાર, બ્યુટી પાર્લર જેવી કુલ ૨૮ વ્યવસાય માટે વિનામૂલ્યે સાધન સહાય આપવામાં આવે છે. આ સામાન સુરત જિલ્લા માં પણ આપવામાં આવેલ છે. આ સામાન હલકી ગુણવત્તા અને પહેલાથી જ વપરાયેલ છે અને તેમાં પણ સિલાઈ મશીન પહેલે થી જ વપરાયેલ હોય તેવા જુનાં કલર કરી લાભાર્થી ઓ ને આપી દીધેલ છે. જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ની આશંકા છે અને કરોડો રૂપિયા નું કૌંભાંડ કંપની ના માલિકો, અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હોય તેવું અમોને લાગી રહ્યું છે. સરકાર ગરીબોને સારી સાધન સામગ્રી મળે તે માટે કરોડો રૂપિયાની ફાળવણી કરતી હોય છે. ત્યારે આવી હલકી કક્ષાની નબળી વસ્તુઓ લાભાર્થીઓને પધરાવવામાં આવે છે. તેમાં પણ સુરત જિલ્લામાં વ્યાપક ફરિયાદો છે. આ અંગે સમગ્ર ગુજરાત માં પણ આ યોજના તળે અપાયેલ તમામ સાધન સામગ્રીની તપાસ, તટસ્થ એજન્સી મારફત થાય અને જવાબદાર તમામ સામે કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે પત્ર પાઠવ્યો હતો હવે દિવસો માં રાજ્ય સરકાર દ્વારા આ અંગે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે છે કે સબબ સલામત સાથે જ ભીનું સંકેલી લેવામાં આવે છે એ તો હવે આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *