રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજયપ્રકાશને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૨૬ (૨), ૩૦ તથા ૩૪ અને ધી એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ કલમ-૨ અન્વયે મને મળેલ સત્તાની રૂએ પ્રતિબંધાત્મક આદેશ કરેલ છે. વેરાવળ નગરપાલીકા વિસ્તારમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસ આવતા આઈ.જી.મેમોરીયલ હોસ્પિટલવાળુ બિલ્ડીંગ, ૮૦ ફૂટ રોડ વિસ્તારમાં આવેલ શ્રીરામ સોસાયટીમાં ઉત્તરે ૮૦ ફૂટ રોડ, શિવમ મંડપ તથા પ્રિન્સ મોટર સ્કુલથી દક્ષિણે ડો.ધનશાણી તથા ભીખાલાલ સોનીના મકાનનો વિસ્તાર, ડાભોર રોડ ઉપર આવેલ શ્રીપાલ સોસાયટીમાં દક્ષિણ દિશાએ અશોક કનોજીયા તથા રસીક ભગવાન સાગાંણીના મકાનથી ઉત્તરે ડો.સીમ તન્ના તથા અનીલ દેવમુરારીના મકાન વચ્ચેનો વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં અંદરથી કે બહારથી અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખોલવાનો સમય સવારના ૭ કલાકથી સાંજના ૭ કલાક સુધીનો રહેશે. આ હુકમ તાત્કાલીક અસરથી તા.૩૦-૬-૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.