બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા થયો છે. હુમલા દરમિયાન થયેલી ઝપાઝપીમાં ગોળી મારીને 3 લોકોની હત્યા કરવામાં આવી છે. બાંગ્લાદેશ પોલીસનું કહેવું છે કે દુર્ગા પૂજા દરમિયાન ચાંદપુર જિલ્લામાં ભીડે હિન્દુ મંદિર પર હુમલો કર્યો. એ દરમિયાન થયેલી ઝપાઝપીમાં ગોળી મારીને 3 લોકોની હત્યા કરવામાં આવી છે.
દેશના અલગ-અલગ ભાગોમાં મંદિરો પર આ જ રીતે હુમલાઓની ખબરો આવી રહી છે.બાંગ્લાદેશ હિન્દુ યુનિટી કાઉન્સિલે ટ્વીટ કરીને કહ્યું હતું કે 13 ઓક્ટોબર, 2021નો દિવસ બાંગ્લાદેશના ઇતિહાસમાં નિંદનીય દિવસ છે. અષ્ટમીના દિવસે મૂર્તિ વિસર્જન પ્રસંગે અનેક પૂજા મંડપોમાં તોડફોડ કરવામાં આવી છે. હિન્દુઓએ હવે પૂજા મંડપોની રક્ષા કરવી પડશે. આજે આખી દુનિયા મૌન છે. માતા દુર્ગા તમામ હિન્દુઓ પર આશીર્વાદ જાળવી રાખે.બાંગ્લાદેશના હિન્દુઓએ કેટલાક લોકોના અસલી ચહેરા જોયા. અમે નથી જાણતા કે ભવિષ્યમાં શું થશે, પરંતુ બાંગ્લાદેશના હિન્દુ 2021ની દુર્ગા પૂજાને કદી નહી ભૂલી શકે.કાઉન્સિલે બુધવારે ટ્વિટ કરી જણાવ્યું કે કુરાનના અપમાનની અફવાઓ ફેલાઈ રહી છે. તે કારણે નાનુઆ દિધી પારના પૂજા મંડપમાં હુમલો થયો છે. અમે દરેક મુસ્લિમ ભાઈઓને કહેવા માગીએ છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરો. અમે કુરાનનું સન્માન કરીએ છે. કોઈ તોફાન કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. કુરાન અને દુર્ગા પુજાનો કોઈ સંબંધ નથી. નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. કૃપા કરીને કોઈ હિન્દુ તથા મંદિર પર હુમલો ન કરો.