નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના પ્રારંભમાં વડનગરમાં કુત્રિમ અંગદાન સહિતના સેવાકાર્યો તેમજ રેલવે સ્ટેશનના ટી-સ્ટોલ પર ચાય પે ચર્ચા કરવામાં આવશે…

Latest

તેમના વતન વડનગર, જ્યાં તેમના બાળપણની યાદો સંકળાયેલી છે. એ વડનગરમાં આપણે જઈએ અને ત્યાં કયા કયા કાર્યક્રમો થઇ રહ્યા છે અને ત્યાંના રહીશો તેમને યાદ કરતા શું કહી રહ્યા છે. નરેન્દ્ર મોદી અવારનવાર વડનગર રેલવે સ્ટેશને આવેલી ચાની દુકાન અંગેની વાતો વાગોળતા હોય છે. એ ચાની દુકાનનો અત્યારે શણગાર કરવામાં આવી રહ્યો છે. વડનગરમાં સવારથી વિવિધ સેવાકાર્યોની શરૂઆત સાથે વડાપ્રધાનના જન્મઆવતી કાલે ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ તેજસ્વી સુર્યા બપોરે 3.00 કલાકે વડનગરની મુલાકાત લેશે. તેમનું સ્વાગત વડનગર તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકા સંગઠન દ્વારા કરવામાં આવશે. કેસરી સાફા અને કેસરી ધ્વજ સાથે 71 બુલેટનો કોન્વોય વડનગરમાં ફરશે અને રેલવે સ્ટેશને પહોંચશે.વડનગરની ઓળખ હવે PM મોદી અને ત્યાં આવેલા સ્ટેશનથી થઈ રહી છે. ક્યાં વડનગરનું સ્ટેશન 17 વર્ષ પહેલાં વહેલી સવારથી સાંજ સુધી ધબકતું હતું. ત્યાર બાદ રેલવેમાં ખોટ જવાને કારણે ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. એ બાદ સત્તા બદલાતાં ટ્રેનને શરૂ કરવા સરકાર દ્વારા કવાયત હાથ ધરાઈ હતી.
એ 17 વર્ષે બાદ વડનગર સ્ટેશનને ટ્રેન મળી, જે અગાઉના સમયગાળા દરમિયાન અહીં નાની-મોટી ટ્રેનો અવરજવર કરતી હતી. અને ત્યાર બાદ 2021માં ફરી એકવાર વડનગરના સ્ટેશન ધમધમતુ થયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગર રેલવે સ્ટેશન પર જ્યાં તેમના પિતાની ચાની કિટલી આવેલી હતી. ત્યાં બાળપણમાં ચા વેચવામાં મદદ કરતા હતા. આજે એ ચાની કિટલી એક પર્યટક સ્થળ બની ગઇ છે. ચાની કિટલીને એ જ અવસ્થામાં રાખવામાં આવી છે.
સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યાનું વડનગર રેલવે સ્ટેશન ખાતે મહિલા મોરચાની બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવશે. જે ચાની દુકાનમાં વડપ્રધાનનું બાળપણ વિત્યુ છે. એ ટી સ્ટોલની મુલાકાત લેશે. ટી સ્ટોલને ફૂલોથી સણગારવામાં આવ્યું છે. જ્યાં ચાય પે ચર્ચા કરવામાં આવશે. રેલવે સ્ટેશને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વૃક્ષારોપણ કરવામાં આવશે.વડનગરમાં અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલને લગતા વિવિધ કાર્યક્રમ, વડનગરનાં તમામ મંદિરમાં મહાઆરતીનું સાંજે આયોજન કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની નજીક આવેલા મહાદેવ મંદિરમાં આરતી અને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય નાના-મોટા કાર્યક્રમો અને કૃત્રિમ અંગોના દાનના કેમ્પ પણ આજે યોજવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *