રાત્રે 10.30 વાગ્યે : પુત્રી સોસાયટીના કોમન પ્લોટમાં ગરબા રમી ઘરે આવી. રાત્રે 11 વાગ્યે : પહેલેથી જ આઈસ્ક્રીમ લઈને આવેલા તેજસે ઝેર મિશ્રિત આઈસ્ક્રીમ પત્ની અને પુત્રીને ખવડાવી પોતે ઝેર વિનાનો આઈસ્ક્રીમ ખાધો હતો .રાત્રે 12.30 વાગ્યે : પત્ની હલનચલન કરી ડુસકા ભરવાનું શરૂ કરતાં તેજસ તેની છાતી પર બેસી જઈ ગળું દબાવ્યું હતું . ઝપાઝપીમાં પત્નીના ગળા પર ઇજા થઇ. રાત્રે 12. 40 વાગ્યે : પુત્રી જીવિત ન રહે તે માટે તેના મોઢા પર તકીયો મૂકી દબાવી રાખ્યું.રાત્રે 2 વાગ્યે : બંને મોતને ભેટ્યા હોવાની ખાતરી કરી રાતે 2 વાગે તેજસ નીચે આવ્યો અને પત્ની અને પુત્રી ઉઠતા નથી તેમ તેના સાળાને જણાવ્યું.પરિવારજનો બંનેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. જોકે, મૃતક પત્ની શોભનાબેનના ગળા પર ઇજાના નિશાન અને પીએમમાં પેટમાં ઝેરની માત્રા મળી આવી હતી. તેજસ કરતા શોભનાબેન ઉંમરમાં 6 વર્ષ મોટા હતા. તેજસ વર્ષ-2016થી સાસરીમાં ઘર જમાઇ તરીકે રહેતો હતો.જે તેને પસંદ ન હતું. સમામાં માતા- પુત્રીના ભેદી મોતમાં બેવાર તપાસ બાદ પોલીસને ધાબા પરથી ઝેરી દવા મળી હતી જો કે પડોશીઓને શંકા હતી કે સોસાયટીમાં ઉંદરનો ત્રાસ નથી તો દવા કેમ લવાઇ હતી. આ કેસ આપઘાતનો નહીં હત્યાનો છે. જે તપાસ બાદ શંકા સાચી ઠરી હતી.
પત્ની શોભના સાથે અવાર-નવાર તેજસની માતા અને બહેન મુદ્દે ઝઘડા થતા હતા. તેજસનું અન્ય યુવતી સાથે પ્રેમ હોવા મુદ્દે પણ બંને વચ્ચે ખટરાગ સર્જાતો હતો. એક વાર તેજસે ધમકી આપતા જણાવ્યું હતું કે તું તારી સાસુ કે નણંદ વિશે કઇ બોલીશ તો હું બંનેને કઈ કરી નાખીશ અથવા હું કઈ કરી લઈશ.