હવામાન વિભાગની આગાહી મુજબ, રવિવારે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ તથા દીવમાં વરસાદની સંભાવના છે. જ્યારે રવિવારે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદ પડી શકે. મંગળવારે વડોદરા, સુરત, ભરુચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તથા દમણમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.રાજ્યમાં આ વર્ષે નવરાત્રિમાં પણ વરસાદી ઝાપડાં પડી રહ્યા છે. ગઈકાલે જ અમદાવાદન સહિત રાજ્યના 23 જિલ્લાના 60 તાલુકાઓમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ત્યારે અમદાવાદમાં હજુ પણ બે દિવસ સુધી વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ સુધી હળવો વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 96 ટકા વરસાદ પડી ગયો છે.