આપઘાતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. WHOના અંદાજ મુજબ દર વર્ષે દુનિયામાં અંદાજે 7 લાખથી વધું લોકો આત્મહત્યા કરે છે. એટલે કે, દર 40 સેકન્ડે દુનિયામાં એક વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવે છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુવાઓમાં આપઘાતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
10 સપ્ટેમ્બર એટલે કે વર્લ્ડ સ્યુસાઈડ પ્રિવેન્શન ડે. આત્મહત્યાથી બચી શકાય છે આ અંગે લોકો જાગૃત થાય તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જો કે, હકીકત એ છે કે હાલ વર્તમાનમાં યુવાઓ સૌથી વધારે આત્મહત્યા કરે છે ,