હિંમતનગર 30 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું…

Sabarkantha

રિપોર્ટર:શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા

છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત ગુજરાતનું યુવાધન પણ પંજાબની રાહે…

બોલીવુડના બાદશાહ ગણાતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનખાનને ક્રુઝ પરથી એનસીબીએ દબોચી લીધા પછી તેની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાંથી પણ MD ડ્રગ્સ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે સોના કરતા વધુ કિંમતી એમડી ડ્રગ્સના રવાડે યુવાનો ચઢી રહ્યા હોય તેમ સતત ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે..

ઉલ્લેખનીય છે કે,અગાઉ કચ્છમાં પણ મોત પ્રમાણમાં કેફી દ્રવ્યનો જથ્થો ઝડપાયો હતો.ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવા વારંવાર પ્રાયાત્નો થઈ રહ્યા છે.એટલે કે, એટલી ડિમાંડ પણ હોવાની શક્યતા છે.આવનારા સમયમાં આ જ કરણે ગુજરાત ઉડતા પંજાબ ફિલ્મ જેવું બની જાય તો નવાઈ નહીં..
સાબરકાંઠા એસઓજી પોલીસે રાજસ્થાનના શિરોહીના અને હિંમતનગરના પાણપુર પાટીયા પાસે આવેલા ઝાહીરાબાદ વિસ્તારમાં રહેતા ઇરશાદખાન ઐયુબખાન પઠાણને ૩૦ લાખના MD ડ્રગ્સ સાથે પીપલોદી નજીક નેશનલ.હા.નં-૮ પરથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ડ્રગ્સ પેડલર ડ્રગ્સનો વેપલો કરી ઉડતા ગુજરાત બનાવવા સક્રીય થઇ યુવકોને ડ્રગ્સના રવાડે ચઢાવી રહ્યા છે. મેઘાસીટી પછી નાના શહેરોમાં પણ ડ્રગ્સની લત પગપેસારો કરી રહી હોવાની અને અનેક યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.સાબરકાંઠા એસ.પી. નીરજકુમાર બડગુજરે ડ્રગ્સની બદીને નાબૂદ કરવા અને ઉડતા સાબરકાંઠા બનાવવા પ્રયત્નશીલ ડ્રગ્સ પેડલર સામે શખ્ત કાર્યવાહીના આદેશ આપતા જીલ્લા પોલીસતંત્ર સતર્ક બન્યું છે..
એસઓજી પોલીસે હિંમતનગર-ગાંધીનગર હાઈવે પર પીપલોદી ગામ નજીકથી બાઈક પર પસાર થતા ઇરશાદખાન ઐયુબખાન પઠાણને અટકાવી તલાસી લેતા યુવકના થેલામાંથી ૩૦૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા એફએસએલની મદદ લીધી હતી..
હાલ યુવક હિંમતનગર પતરાવાળી મસ્જીદની બાજુમાં પાણપુર પાટીયા નજીક રહેતો હોવાનો અને મૂળ સંતોષીનગર શીવગંજ શિરોહીનો હોવાનું એસઓજી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે..
એસઓજી પોલીસ યુવક પાસેથી ૩૦ લાખ એમડી ડ્રગ્સ મળી આવતા ચોકી ઉઠી છે. અને આ યુવક ડ્રગ્સના કાળા કારોબારમાં ક્યારથી સંકળાયેલો છે. અને કોને કોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો. સહીત એમડી ડ્રગ્સના વેપલામાં સ્થાનિક કોઈ મોટા માથાની સંડોવણી તો નથી ને તેની સઘન પૂછપરછ હાથધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *