રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
જેમાં દિવેલા સંઘના ચેરમેન અશોક કુમાર પટેલ, ઘી ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો ઓપ ફેડરેશન લી ના ચેરમેન સતીષભાઈ પટેલ મેનેજર નટવર ભાઈ પટેલ, સી.ઈ.ઓ પ્રકાશ કુમાર પટેલ તથા અન્ય મહાનુભાવો અને સંસ્થાના કર્મચારીઓ દ્વારા દાદાની સ્મરણાંજલિ અર્પી અને પ્રાર્થના કરવામાં આવી હતી..
પૂજ્ય દાદા ઈડર તાલુકા પંચાયત પ્રમુખ અને દેહ ગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગ બેડોલીનાં પ્રમુખ સ્થાને શોભા વધારી હતી..
જ્યારે ખેડૂત હિતની સંસ્થાઓ જેવી કે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. હિંમતનગર,ખરીદ વેચાણ સંઘ હિંમતનગર,ધી ગ્રૉફેડ અમદાવાદ સહકારી જીન ઈડર,ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી. હિંમતનગર, ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયાં ઉત્પાદક સંઘ લી મોહન પૂરા જેવી સંસ્થાઓમાં ચેરમેન પદને શોભાયમાન બનાવ્યું હતું..
ગુજકૉમાસોલ અમદાવાદ, કોટન યુનિયન અમદાવાદ તેમજ ઈફકો દિલ્લીમાં ડિરેક્ટર પદ પર બિરાજમાન થયા હતા.