રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા
*દેહગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગ દ્વારા રજીસ્ટ્રેશન લગ્ન કરનાર દીકરા દીકરીને 50-50 હજારના ચેક વિતરણ કરાયા.આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ ઉપસ્થિત રહ્યાં હતા. અને બડોલી ગ્રામજનો ની csc સેન્ટર ની માંગ ને પૂર્ણ કરવા હૈયા ધારણા આપી હતી.ઇડર તાલુકાના બડોલી ગામમાં આવેલા પટેલ સમાજવાડીમાં શનિવારના રોજ કડવા પાટીદાર સમાજના કોરોના કાળમાં રજીસ્ટર કરી સાદગીથી લગ્ન કરનાર યુગલે સમાજ માટે નવી પહેલની શરૂઆત કરી છે.તેમના આ કાર્ય ને બિરદાવતા દેહ ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા નવદંપતી ને સન્માનીત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે રાજુલબેન દેસાઈ( સદસ્ય મહિલા આયોગ ભારત સરકાર )હાજર રહ્યા હતા.સમારંભના અધ્યક્ષ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ,દીપ પ્રાગટય કરી ઇડર વડાલી ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા , ઉદ્ઘઘાટક કૌશલ્ય કુંવરબા પરમાર,હિતેશભાઈ પટેલ સહિત મહેમાનો ઉપસ્થિત રહી પ્રસંગોપાત પ્રવચન કર્યું હતું.આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા બડોલી ગામે csc સેન્ટરની મંજૂરી આપવાની હૈયાધરણા અપાઈ હતી.જેને હાજર રહેલા સૌ કોઈએ વધાવી હતી..
આ પ્રસંગે રજીસ્ટ્રેશન લગ્ન કરનાર દીકરા અને દીકરી બંનેને દાતા તરીકે દેહ ગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગના પ્રમુખ અને સાબરકાંઠા જિલ્લા દિવેલા સંઘના ચેરમેન અશોકભાઈ રેવભાઈ પટેલ લાલપુર (બ) દ્વારા પચાસ પચાસ હજાર રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા.જે બદલ સમાજ દ્વારા અશોકભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરાયું હતું..
સમગ્ર આયોજન દેહ ગોળ કડવા પાટીદાર સમાજ પૂર્વ વિભાગના પ્રમુખ ધુરાભાઈ એમ.પટેલ, ઉપ પ્રમુખ વસંતભાઈ એ. મંત્રી ,મુકેશભાઈ એમ.પટેલ, સહમંત્રી,ભીખાભાઇ કે.પટેલ ની સાથે કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું..
આ પ્રસંગે સમાજના નવ યુગલો સહિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.