સોરઠને આઝાદી અપાવનારા આરઝી હકૂમત સૈનિકોનાં સંભારણા કેશોદમાંથી ગૂમ???

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

આવનારી પેઢીઓને માહિતગાર કરવા અપાયેલી વસ્તુઓ વેચવામાં આવી કે ભેટમાં આપી રહસ્ય અકબંધ? સમગ્ર દેશમાં જ્યારે સ્વતંત્રતાની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે સોરઠમાં નવાબી શાસન થી મુક્ત થવા માટે આરઝી હકૂમતનાં સૈનિકો જંગ લડી રહ્યા હતા. કેશોદના સ્વ. રતુભાઈ અદાણીની આગેવાની હેઠળ સોરઠનાં યુવાનો ઘર પરિવાર છોડીને જંગમાં જોડાયા હતા. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આરઝી હકુમતની લડાઈમાં જુનાગઢનાં નવાબને ભગાડવામાં ખુલ્લી મદદ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી ત્યારે સોરઠનાં દરેક વિસ્તારોમાંથી સૈનિકો ને મદદ કરવામાં આવી હતી. અંતે નવમી નવેમ્બરનાં રોજ જુનાગઢ જીલ્લો નવાબી શાસનમાંથી મુકત થયો હતો. આરઝી હકુમતનાં સરસેનાપતિ રતુભાઈ અદાણી કેશોદ ખાતે સોરઠ ક્ષયનિવારણ સમિતિ હેઠળ જીવલેણ ટીબીનાં રોગીઓને ના નિદાન માટે કેશોદ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં હોસ્પિટલ શરૂ કરી હતી. આરઝી હકુમતનાં સૈનિકોનાં સંભારણા કાયમી ધોરણે મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ રહે તેમજ આવનારી પેઢીઓને પ્રેરણાદાયક બની શકે એવાં હેતુથી ઉના ટીબી હોસ્પિટલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સૌ સેનાનીઓ દ્વારા આરઝી હકૂમતની ચળવળની સ્મૃતિઓ સદ્ઉપયોગ માટે અર્પણ કરી હતી. રાજ્ય સરકારે ટીબી હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેતા તમામ સાધન સામગ્રી કેશોદ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અને આરઝી હકૂમતનાં સૈનિકોનાં સંભારણા કેશોદમાં મ્યુઝિયમ સ્વરૂપે જળવાઈ રહે તે હેતું થી અક્ષયનાથ મંદિર પાસે હોલ બનાવવામાં આવ્યો હતો. આરઝી હકૂમતનાં સરસેનાપતિ અને સ્વાતંત્ર્ય સેનાની અને સામાજિક રચનાત્મક આગેવાન રતુભાઈ અદાણીનો નું અવસાન થયા બાદ. પ્રથમ હરોળના અંગત વ્યક્તિઓ સેવાકીય પ્રવૃતિઓ રચનાત્મક પ્રવૃત્તિઓની ઉપર ઉઠીને વ્યવસાયિક ધોરણે સમગ્ર સોરઠમાં આવેલી જંગમ મિલકતો અને સ્થાવર મિલ્કતો પોત પોતાની સંસ્થાઓ સાથે જોડી દેવામાં આવી તેમજ કેશોદ ખાતેની સંસ્થા ધાર્મિક સંસ્થા સાથે જોડાણ કરવામાં આવતાં વ્યાપારીકરણ બની ગયું છે મ્યુઝિયમ માં જળવાય રહેલી સામગ્રીનો દૂરઉપયોગ થતો હતો.તેમજ પુછપરછ કરતા યોગ્ય જવાબ મળતો નથી. ત્યારે આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પૌરાણિક હથીયારો જવાબદાર વ્યક્તીઓનાં ડ્રોઈંગ રૂમમાં શોભા વધારી રહ્યા છે અને અમુક ભેંટમાં આપવામાં આવ્યા છે. ત્યારે જુનાં ફોટાઓ, પ્રશસ્તિ પત્ર, કપડાં,અખબારો, પુસ્તકો, જેવી દુર્લભ વસ્તુઓ ભંગારમાં કે સ્ટોરમાં ધૂળ ખાય છે. આજે નવમી નવેમ્બર જુનાગઢ આઝાદી દિવસે સંસ્મરણો યાદ કરીને રાષ્ટ્રભક્તિનો દેખાડો કરવાને બદલે બચેલી દુર્લભ વસ્તુઓનો ઉપયોગ કરી કેશોદ ખાતે મ્યુઝિયમ બનાવી સ્વ. રતુભાઈ અદાણીનું સ્વપ્ન સાકાર કરી શ્રદ્ધાંજલિ આપે તેવું રાષ્ટ્રભક્તોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *