રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે માંગરોળની વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા સફાઈ કામ કરતી 85 જેટલી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે માંગરોળના વિવિધ સંગઠનો ટ્રસ્ટ પાપા, મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, શહેર ભાજપ સમિતિ, વંદે માતરમ્ ગ્રુપ વગેરે સંસ્થાઓ તરફથી સફાઈ કામદાર બહેનોને મુખવાસદાની, એન95 માસ્ક, પાણીની બોટલ, મહેંદી ડિઝાઇન ની પુસ્તિકા,નાસ્તો અને વિવિધ ભેટ આપવામાં આવી હતી. તેમજ આ સફાઈ કામદાર તમામ બહેનોને સન્માન પત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. માંગરોળ નગરપાલિકા પાણીની ટાંકી પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં માંગરોળ નગરપાલિકા પ્રમુખ ઝાલા, ઉપ્રમુખ વિઠલાણી સહિત સંસ્થાઓના હોદ્દેદારો અને સફાઈ સુપરવાઇઝરો સફાઈ કામદાર બહેનો જોડાયા હતા.