રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
- મહાવીર નગર વિસ્તાર જયશ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યું
- ગૌ કથા દરમિયાન બજરંગ દળના કાર્યકરો વ્યસનમુક્ત થયા..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના ગૌસેવા વિભાગ દ્વારા પંચ દિવસીય ગૌ કૃપા કથાનું આયોજન હિંમતનગરના ઉમિયા સમાજ વાડી ઉમિયા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. ૨૯ સપ્ટેમ્બર થી ૩ ઓક્ટોબર સુધી પાંચ દિવસ દરમિયાન ગૌ કૃપા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના કથાના વિરામ દિવસે વિસર્જન યાત્રા ઉમિયા મંદિર થી પંચદેવ મંદિર સુધી યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશ યાત્રામાં જોડાઈ હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ સાબરકાંઠા વિભાગ દ્વારા અવિરત પણે ગાય માતાની સેવા કરતા તમામ કાર્યકરો અને 1962 કરૂણા એનિમલ એમ્બ્યુલન્સના અધિકારી તેમજ ડોક્ટર અને પાયલોટનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદનો ખેસ પહેરાવી ગૌ માતાનું ધાર્મિક પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રા પંચદેવ મંદિર ખાતે વિરામ આપ્યા બાદ ગૌ મૈયાના રથને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો દ્વારા શહેરના છાપરીયા ગરબા વિસ્તારમાંથી પસાર કરી સહકારી જીન અને ત્યારબાદ હડિયોલ ગામ સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નલીનભાઇ પટેલ,હિતેશભાઈ પટેલ,જેડી ઝાલા, મનહરભાઈ સુથાર, ધીરુભાઈ લીમ્બાચીયા,જીતુભાઈ ગોસ્વામી, કિરણભાઈ દેસાઈ, વિનોદભાઈ અવસ્થી, રાજુભાઈ માલવિયા,નયન ભાઈ મહેતા, નયન ભાઈ રાવલ, હરેશભાઈ સુથાર, નિશાંત ભાઈ બારોટ,દક્ષ ભાઈ પટેલ, કિશનભાઇ પટેલ,શશીકાંત ધોબી, શેખર ભાટ સહિતના તમામ કાર્યકરો અને પદાધિકારીઓ આ પ્રસંગમાં જોડાઈ પદયાત્રાને સફળ બનાવી હતી…