રિપોર્ટર…. પ્રિતેશ દરજી પંચમહાલ….
.શહેરા નગર પાલિકા વિસ્તારમાં આવેલા પાલિખંડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં 1થી 8 ધોરણ માં 320 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળા ને પાલિકા દ્વારા 5 મી ઓગસ્ટના રોજ ફાયર N. O. C અને બિલ્ડીંગ વપરાશ સર્ટિફિકેટ માટે નોટિસ આપવામાં આવી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પી.આઈ.એલ નંબર ૧૧૮/૨૦૨૦ તારીખ ૧૫/૧૨/૨૦૨૦ ના હુકમ અન્વયે શાળા સંચાલકો દ્વારા ફાયર N. O. C. તથા બિલ્ડીંગ વપરાશ માટેનું સર્ટિફિકેટ મેળવવાનું થાય છે. અને ન મેળવે તો રિજિયોનલ ફાયર ઓફિસર વડોદરાની સૂચનાથી તેઓની સામે કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત ૧ ઓક્ટોબરના રોજ ઈન્ચાર્જ ફાયર સેફટી અધિકારી જીતેન્દ્રસિંહ રાઠોડ તેમજ પાલિકાની અન્ય કર્મચારીઓની ટુકડી દ્વારા પાલીખંડા પ્રાથમિક શાળામાં ફાયર N. O. C. તેમજ બિલ્ડીંગ વપરાશ માટેના સર્ટિફિકેટ ની તપાસ હાથ ધરાતા શાળા સંચાલકો ના કહેવા મુજબ ગ્રાન્ટના અભાવે તેઓ ફાયર N. O. C અને બિલ્ડીંગ વપરાશ નું સર્ટિફિકેટ મેળવી શક્યા ન હતા.નોંધનીય છે કે ત્રણ ત્રણ વખત પાલિકા દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી હોવા છતાં તેઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પાલીખંડા પ્રાથમિક શાળાને સીલ મારવામાં આવી હતી.પ્રાથમિક શાળાને સીલ મારવામાં આવતાં જેઓએ ફાયર N. O. C નથી મેળવી એવા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. આજે જ્યારે આ પ્રાથમિક શાળામાં ધોરણ-૬થી ૮ના 116 બાળકો શાળાને સીલ મારવામાં આવતા બાળકો અભ્યાસથી વંચિત રહ્યા હતા.જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા આ બાબતે ગંભીરતા નહિ લેતા હોવાનું આ કિસ્સો દાખલારૂપ કહી શકાય તેમ છે. ત્યારે જોવું એ રહ્યું કે આ શાળાનું સીલ ક્યારે ખુલે છે. જો કે મહત્વનું છે કે પાલિકા દ્વારા સરકારી બિલ્ડીંગ હોય ત્યારે પ્રાથમિક વિભાગના જિલ્લા શિક્ષણાધિકારી ને આ બાબતે જાણ કરવામાં આવે છે. કે નહીં તે પણ એક પ્રશ્ન શિક્ષણ વિભાગમાં ભારે ચર્ચાઇ રહ્યો છે…