કોરોના મહામારીના કારણે આ વર્ષે પણ નવરાત્રીમાં અંબાજી ચાચર ચોકમાં ગરબા નહીં રમાય.

Ambaji Latest

અંબાજી ચાચર ચોકમાં જે ગરબા ગવાય છે અને રમાય છે. તે માઁ અંબાના ચાચર ચોકમાં આ વર્ષે પણ નવરાત્રી પર્વએ ગરબા નહિ થાય. સરકારે 400 માણસોની પરવાનગી આપી છે. પણ અંબાજી મંદિરમાં હજારો ભક્તો ગરબા રમવા એકત્રિત થાય તેવી સંભાવનાના પગલે ગરબાનું આયોજન રદ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. 60 વર્ષથી મંદિરના ચાચર ચોકમાં ગરબાનું આયોજન કરતું નવયુવક પ્રગતિ મંડળ સતત બીજા વર્ષે પણ ગરબાનો કાર્યક્રમ નહીં યોજવા નિર્ણય લીધો હોવાનું નવ યુવક પ્રગતિ મંડળના પ્રમુખ મહેશભાઈ પંડ્યાએ જણાવ્યુ હતુ.શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યું કે ” ચાચરચોકમાં નવરાત્રિના આયોજનને લઈ પ્રભારી મંત્રી અને જિલ્લા કલેક્ટરે સમીક્ષા કરી હતી અને મંદિરના ચાચરચોકમાં માત્ર માઁ અંબાની આરતી કરવામાં આવશે. ગરબાનું આયોજન નહિ કરાય.
પ્રથમ નવરાત્રીએ નિજ મંદિરમાં શુભ મુહર્તમાં ઘટસ્થાપન કરી જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે તેમ મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ જયશીલભાઈ ઠાકરે જણાવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *