વડોદરાની ટીમ રિઝોલ્યુશન દ્વારા મોંઘવારીનો અનોખો વિરોધ કરવાની જાહેરાત કરી હતી જેમાં મોંઘા ભાવના લીંબુ વડોદરા ભાજપ ઓફિસ ખાતે બહાર ઠેલો લગાવી લોકોને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જતા આખરે રિઝોલ્યુશન ના સુર્યા સી સ્થળ બદલી પોલીસના કમિશનર ની ઓફિસ બહાર લીંબુ નું વિતરણ શરૂ કરતાં હોબાળો સર્જાયો હતો. પોલીસને મોડે મોડેથી જાણ થતાં લીંબુ વિતરણ કરનારાઓને હટાવી દેવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં મોંઘવારીના મુદ્દે અગાઉ ટીમ રિઝોલ્યુશન દ્વારા અવાર નવાર જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો હાલમાં પેટ્રોલ-ડીઝલ કરતાં પણ લીંબુના ભાવ ધરખમ વધારો થયો છે ત્યારે આ ટીમના અગ્રણી દ્વારા ગઈકાલે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે લીંબુ વિતરણનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની સયાજીગંજ સ્થિત ઓફિસ ખાતે બહાર કરવામાં આવશે આ બાબતને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા પોલીસને જાણકારી આપી હતી જેથી ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ અંગેની જાણકારી ટીમ રિઝોલ્યુશન ને થતા તેઓએ ભાજપ કાર્યાલય ખાતે લીંબુ વિતરણ કરવાનો કાર્યક્રમનું સ્થળ તાત્કાલિક બદલી ને પોલીસ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં લોકોની વધુ અવરજવર હોય છે તેઓને આજે બપોરે લીંબુ વિતરણ કરવામાં આવ્યા હતા. જેની જાણ પોલીસને થતા પોલીસે તેઓને લીંબુ વિતરણ કરતા અટકાવ્યા હતા અને ઉચ્ચ પોલીસ અધિકારીને મળવા લઇ જતા અધિકારીએ મળવાની ના પાડી દેતા તેઓને છુટા કરી દીધા હતા. ત્યારબાદ ટીમ રિવોલ્યુશનના સેજલ વ્યાસ તેમના નિવાસસ્થાન તરફ જતા હતા ત્યારે બહુચરાજી રોડ પાસે ભાજપના કેટલાક કાર્યકરોએ તેમનો મોટરસાયકલ પર પીછો કરી હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો.