ગાંધી આશ્રમને, ગાંધીજીવનને પુન:ર્જિવિત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે….

Latest

આજ રોજ ૨ ઓક્ટોમ્બર ના દિવસે મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મદિવસ છે.જે અત્યારે દેશના રાષ્ટ્ર પિતા હોવાની સાથે સમગ્ર વિશ્વમાં ગાંધી વિચાર સાથે અમર થઈ ગયા છે.
ગાંધી આશ્રમ પ્રોજેકટ પર હાલ સેન્ટ્રલ વિસ્ટા પર કામ કરતા ડિઝાઈનર બિમલ પટેલ અલગ-અલગ ડિઝાઈન પર કામ કરી રહ્યા છે. હાલ આ પ્રોજેક્ટ પર આશ્રમની જગ્યા મેળવવા તેમજ આશ્રમને વિશ્વ સ્તરે ખ્યાતિ અપાવવા માટે કામ કરતી ટીમના સભ્ય ડીઆઈજી ગૌતમ પરમાર ખુદ ગાંધી આશ્રમમાં રહ્યા હતા, તેમનો અભ્યાસ પણ ત્યાં થયો અને તેમની તમામ લાગણીઓ જોડાયેલી છે. હાલ તેઓ આશ્રમ વાસીઓને વિસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે 1915માં કોચરબ આશ્રમની શરૂઆત થઈ ત્યાર બાદ સાબરમતી આશ્રમ શરૂ કરવાની જરૂર પડી હતી. કુલ 100 એકર આશ્રમની જગ્યા છે, જે 5 ટ્રસ્ટ વહીવટ કરે છે, એમાં 5 એકરમાં હાલ આશ્રમ અને આશ્રમ વાસીઓ છે.


ગાંધી આશ્રમને ગાંધીજીવનને પુનર્જિવિત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે, કોઈપણ જૂનાં સ્ટ્રક્ચરને સ્પર્શ કરવામાં આવશે નહિ. અને ગાંધીજીના સમયમાં કઈ રીતે આશ્રમ જીવન હતું, કંઈ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હતી. તેમજ એ સમયમાં થયેલા સત્યાગ્રહ, આંદોલનની ઝલક ઊપસાવવા પ્રયાસ કરવામાં આવશે. 55 એકરમાં આશ્રમમાં ગાંધી છબિ વિચારને ફરી જીવિત કરવાનો પ્રયાસ છે.આશ્રમમાં વાડજ સ્મશાનથી બીજી તરફ આશ્રય હોટલ સુધીનો વ્હીકલ ઝોન બનાવવામાં આવશે, રસ્તો ડાઇવર્ઝન કરવામાં આવશે. એ માટે ડિઝાઇન જોવામાં આવી રહી છે. આશ્રમમાં ગ્રીન કવર વધારવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે. નો નોઈશ, નો પોલ્યુશન માત્ર સાદગી ગાંધી આશ્રમની થીમ હશે.
ગાંધી આશ્રમ બન્યા બાદ વિશ્વ સ્તરે ઓળખ પામશે.હવે ગાંધી આશ્રમ 55 એકરમાં વિસ્તાર થશે, જેમાં ગાંધી આશ્રમના તમામ જૂનાં સંસ્મરણો તેમના તેમજ રહેશે, કોઈ આધુનિકતા આશ્રમમાં નહિ હોય, પરંતુ ગાંધીનાં વિચારો, સ્મૃતિ, ગાંધીશૈલી પુનર્જિવિત કરવા માટેનો પ્રયાસ છે. આશ્રમમાં કુલ 270 ઘર છે, જેમાં 85 લોકોને 60 લાખ રૂપિયાના ચેક આપ્યા છે, જ્યારે અન્યને 90 લાખની બજાર કિંમતના હાઉસિંગ ફ્લેટ ઓફર કરવામાં આવ્યા છે. આ બધાની સાથે અન્ય આશ્રમ વાસીઓને જેમને ટેનામેન્ટ જોઈએછે. તેમને એ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *