રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
એસ.ટી કર્મચારીઓની લાંબા સમયથી વિવિધ માંગણીઓ ન સંતોષાતા ગુજરાત ભરમાં એસટી કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવશે એસ.ટી કર્મચારીઓની વિવિધ માંગણીઓ ગુજરાત સરકાર દ્વારા પુર્ણ કરવામાં નહી આવે તો આગામી સાત તારીખ મધ્ય રાત્રીથી આઠ તારીખ મધ્ય રાત્રીમાં હડતાલ પર ઉતરશે જે બાબતે કેશોદ એસ.ટી ડેપોના ૨૦૪ કર્મચારીઓ દ્વારા ડેપો મેનેજરને રજા રીપોર્ટ આપ્યો છે. અને કેશોદ એસ.ટી ડેપોના કર્મચારીઓની જુદી જુદી સંકલન સમીતીઓએ વિવિધ માંગો સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. એસ.ટી કર્મચારીઓની જુદી જુદી સંકલન સમીતીઓ દ્વારા હમારી માંગ પુરી કરોના સુત્રોચ્ચાર સાથે સરકાર સમક્ષ રજુઆત કરી હતી. અને આગામી દિવસોમાં વિવિધ માંગણીઓ નહી સંતોષાય તો હડતાલ પર ઉતરશે તેવી ચિમકી સાથે એસટી ડેપો મેનેજરને તમામ કર્મચારીઓના રજા રીપોર્ટ પણ આપેલા છે. જો આગામી દિવસોમાં એસટી કર્મચારીઓની માંગણીઓ નહી સંતોષાય તો હડતાલ પર ઉતરશે ત્યારે એસટી કર્મચારીઓની વિવિધ માંગ સંતોષાશે કે કેમ તે જોવાનું રહ્યું..