રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
જૂનાગઢ જિલ્લાના માંગરોળના ઘાંચી સ્વંય સેવક સંઘ હોસ્પિટલ ખાતે એકતા ફાઉન્ડેશન તેમજ જુનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ઓર્થોપેડિક, બહેરા મૂંગા, માનસિક અસ્થિર, અંધત્વ સહિત ના સર્જનો દ્વારા દિવ્યાંગ લોકોને તપાસ કરી સ્થળ પર જ દિવ્યાંગ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં 400 થી વધુ દિવ્યાંગ લોકોએ લાભ લીધો હતો. જેમાં 252 લોકોને સર્ટી સ્થળ પર જ આપવાના આવ્યા હતા.
આ કેમ્પમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટિમ અને એકતા ફાઉન્ડેશન ની ટિમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ શબ્બીરભાઈ અમરેલિયા દ્વારા દિવ્યાંગોને લગતી યોજનાઓ વિશે માહિતી આપી હતી.
જયારે ઘણા લોકો પાસે નવા દિવ્યાંગ પ્રમાણપત્રો ના હોવાનું જાણ થતા માંગરોળ ધારાસભ્ય બાબુ વાજા અને પાલિકા પ્રમુખ મો હુસેન ઝાલા દ્વારા રજુઆત કરી હતી. જેને લઈ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જિલ્લા આરોગ્યની ટીમ ના ડો પુષ્પા ખાણીયા, ડો. દેવાંગી પટેલ, ડો કૃપા સુવાગિયા,ડો પ્રતીક ગોહેલ સહિત સ્ટાફે સેવા આપી હતી. અને એકતા ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.