રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ
તેજસ્વી બાળક તેજસ્વી ભારતનાં લક્ષ્ય સાથે સમગ્ર ગુજરાતમાં કેશોદ સહિત ૩૬ કેન્દ્રો સફળતાપૂર્વક કાર્યરત છે. ઉપસ્થિત સભર્ગા મહીલાઓએ ગર્ભાવસ્થા દરમ્યાન શિશુને ગર્ભસંસ્કાર આપવા આજનાં સમયમાં જરૂરી ગણાવી માહિતી સભર માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત રાજ્ય ચિલ્ડ્રનસ્ યુનિવર્સિટીની વર્ષ ૨૦૦૯ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપના કરી સગર્ભાવસ્થા દરમ્યાનથી જ શિશુને શારિરીક માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ બનાવી તેજસ્વી બાળક તેજસ્વી ભારતનાં લક્ષ્ય સાથે કાર્યરત કરવામાં આવીછે કેશોદ શહેરમાં આવેલી વી એસ સ્કુલમાં આવેલ માન્યતા પાત્ર તપોવન સંસ્કાર કેન્દ્રમાં ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં કુલપતિ હર્ષદભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહીને સગર્ભા બહેનોને ગર્ભાવસ્થા દરમ્યાન શિશુને ગર્ભસંસ્કાર આપવા આજનાં સમયમાં જરૂરી ગણાવી માહિતી સભર માર્ગદર્શન આપ્યું હતું. કેશોદના વી. એસ સ્કુલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા સહિતના મહિલા અગ્રણીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને દિપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. કેશોદ શહેરમાં આવેલી સગર્ભા મહિલાઓ કે જે પોતાના આવનારાં શિશુને ગર્ભસંસ્કાર આપવા ઈચ્છે છે. એવી સગર્ભા મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. ગુજરાત રાજ્યમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી હેઠળ ૩૬ તપોવન સંસ્કાર કેન્દ્ર ચાલી રહ્યાં છે. અને સોરઠમાં કેશોદ શહેરમાં વી.એસ સ્કુલમાં સફળતાપૂર્વક કાર્યરત છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું. કેશોદ વી. એસ સ્કુલનાં અમૃત સર સહિતના સહકર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.