રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા….
પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજર સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે .એમ.ડી.ચંપાવત, પો.ઇન્સ. એલ.સી.બી.ના માર્ગદર્શન મુજબ .બી.યુ.મુરીમા, પો.સ.ઇ. એલ.સી.બી.ના રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા સ્ટાફના અ.હે.કો. હરપાલસિંહ તથા પો.કો. વિરેન્દ્રકુમાર તથા પો.કો. નિરીલકુમાર તથા ડ્રા.પો.કો. પ્રાહદસિંહ એ રીતેના સરકારી વાહનમાં તલોદ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા..
તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળતા એક સીલ્વર કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇકો ગાડી ઇંગલિશ દારૂ સાથે ભરેલી લીંભોઇ તરફથી પસાર થઇ રહી છે. ત્યારે સરકારી પોલીસ દ્વારા ચેકીંગ દરમ્યાન ઇંગલિશ દારૂ સહિતનો મુદ્દામાલ જયોત કર્યો હતો તેમજ ગાડીનો ચાલક પણ ભાગી છૂટ્યો હતો.
જેથી સદર ઇકો ગાડીના અજાણ્યા ચાલક ઇસમે પોતાના કબજાની ઉપરોક્ત ગાડીમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો પ્રોહી મુદ્દામાલ ભરી હેરાફેરી કરતા પ્રોહી મુદ્દામાલ જુદા જુદા બ્રાન્ડની કુલ બોટલ/ટીન નંગ-૩૨૪ કિ.રૂ.૩૯,૬૦૦/- તથા ઇકો ગાડી કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧,૩૯,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરી તલોદ પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ તલોદ પોલીસે હાથ ધરી છે.