રિપોર્ટર :પ્રિતેશ દરજી શહેરા
શહેરાના નાંદરવા ગામમાં આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરન હોવાથી દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફાર્મસિસ્ટ સહિતના સ્ટાફના ભરોસે ચાલી રહયુ છે…
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજુબાજુના ગામોમાંથી આવતા દર્દીઓને માત્ર દવા ગોળી આપવામાં આવી રહી છે ..
ડોક્ટર નહી મળતા સારવાર અર્થે આવતા દર્દીઓનો આરોગ્ય વિભાગ સામે આક્રોશ..
ખાસ કરીને ગરીબ દર્દીઓને પડી રહીછે ભારે હાલાકી..
અમુક દર્દીઓને શહેરા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે જવું પડતુ હોય છે.
અમુક દર્દીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટર નહીં હોવાથી ખાનગી દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડી રહી છે.
તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા અહીં ઇન્ચાર્જ મુકાયા હોય તો તેવો કેમ નથી રહેતા હાજર ?
તાલુકા અને જિલ્લા આરોગ્ય અધિકારી અહી રજા પર ગયેલ ડોક્ટર નહીં આવે ત્યાં સુધી અહી હાજર રહે તેવા ડોકટર ની નિમણુક કરવામાં આવે તેવી દર્દીઓ ની માંગ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓની સંખ્યા વધુ હોવાથી અહીંનો સ્ટાફ પણ ડોક્ટર નહી હોવાથી મુશ્કેલીમાં મુકાતો હોય છે..
હાલની પરિસ્થિતીને ધ્યાનમાં લઈને જિલ્લા આરોગ્ય અધિકારી આ સામે મીઠી નજર ન રાખી તાલુકામા આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓચિંતી તપાસ. હાથ ધરે જેથી ખરી હકિકત જાણી શકાય..