સાબરકાંઠા ખાણ ખનીજ વિભાગનું મેગા ઓપરેશન ” અંદાજે રૂા .૨.00 કરોડનો મુદ્દામાલ જપ્ત- ખનિજ ચોરોમાં ફફડાટ..

Sabarkantha

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

સાબરકાંઠા ખાણ ખનીજ વિભાગે ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીના માર્ગદર્શન હેઠળ એક જ દિવસમાં રાત્રી તેમજ દિવસ દરમ્યાન જીલ્લાના અલગ – અલગ વિસ્તારમાં બિનઅધિકૃત ખનીજ વહન કરતાં ૧૪ કેસો કરી અંદાજીત રૂ .૧૮ લાખની દંડકીય વસુલાત કરવાની કામગીરી હાથ ધરતાં ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે . તા .૩૦ / ૦૯ / ૨૦૦૧ ના રોજ મોડી રાત્રે ભુસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય ટીમે ખનિજ ચોરીને ડામવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું..
જેમાં રાજમંદિર હોટલ,સરવણા (ગાંભોઇ) ખાતે બિનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ કરતાં વધુ સાદી રેતી ખનિજ ભરી વહન કરતા કુલ -૦૮ ટ્રક ઝડપાઈ ગયા હતા. જેને જપ્ત કરી દંડકીય વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ આજરોજ વહેલી સવારે પણ ભુસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ક્ષેત્રીય ટીમે મહાવીરનગર પાસે ખનિજ ચોરીને ડામવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હિંમતનગર તાલુકાના દેરોલ તથા સાયબાપુર વિસ્તારની સાબરમતી નદી પટ્ટમાંથી બિનઅધિકૃત રીતે રોયલ્ટી પાસ વિના સાદી રેતી ખનિજ ભરી વહન કરતા કુલ -૦૬ ટ્રેકટરો ઝડપાઇ ગયા હતા..
જેને જપ્ત કરી દંડકીય વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે . સાબરકાંઠા જીલ્લાના નદીપ વિસ્તારમાંથી ટ્રકો તથા ટ્રેકટરો દ્વારા થતી સાદીરેતી ખનિજની ચોરીને અટકાવવા તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ છેલ્લા એક જ દિવસ – રાતમાં સફળ મેગા ઓપરેશનથી ખનિજ માફીયાઓમાં ભયનું મોજુ ફરી વળ્યું છે. ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા જીલ્લામાં સતત ચાંપતી નજર રાખી ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન બિનઅધિકૃત ખનિજ ખનન/ વહન / સંગ્રહ કરતાં કુલ ૧૯૬ કેસ કરી રૂા .૨૦ લાખની દંડકીય વસુલાત કરવામાં આવેલ છે જ્યારે કુલ રૂા .૨૦૪૮ લાખની રોયલ્ટીની માતબર મહેસુલી આવક પણ થયેલી છે .



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *